સાંથલ પોલીસે જાહેરમાં છરાનું વેચાણ કરતાં ઇસમને વિરસોડાથી દબોચી લીધો 

December 1, 2023

સાંથલ પોલીસે 3 હજારની કિંમતના 15 છરા કબજે કરી શખ્સની અટકાયત કરી  

ગરવી તાકાત, મહેસાણા તા. 01 – (Sohan Thakor) સાંથલ પોલીસ કટોસણના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન જોટાણા તાલુકાના વિરસોડા ગામે એક શખ્સ જીવલેણ પ્રતિબંધિત હથિયારોનું જાહેરમાં વેચાણ કરતો હોઇ સાંથલ પોલીસે તેની પાસેથી 3 હજારની કિંમતના 15 નાના મોટા છરા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં પ્રતિબંધિત હથિયારોના કેંસો શોધી કાઢવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇના સીધા માર્ગદર્શન હેઠળ સાંથલ પીએસઆઇ એ.કે.વાઘેલા તથા સ્ટાફના માણસો સાથે સાંથલ પોલીસ સ્ટેશનના કટોસણ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

તે દરમિયાન વિરસોડા ગામે બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ જાહેરમાં પ્રતિબંધિત હથિયારો પૈકીના છરા બનાવી તેનું વેચાણ કરતો હોઇ તેને સાંથલ પીએસઆઇ ઝડપી પુછપરછ કરતાં પોતાનું નામ અર્જુન મણીલાલ લવારીયા રહે. પાટીયા તા. નયાગાવ, જી. ઉદેપુરવાળો હાલ વિરસોડા ગામ તા. જોટાણવાળો હોવાનું જણાવ્યું હતું જેની પાસેથી નાની મોટી સાઇઝના 15 છરા કબજે કરી શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0