ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી હેડ કોન્સ્ટેબલ (રાઈટર હેડ) તરિકે ફરજ બજાવતા મોરસીયા (ઠાકોર) વદનાજી ભારાજી. મૂળ વતન ચગવાડા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠાના વતની હતા અને છેલ્લા કેટલાય સમયથી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી હતી ત્યાર બાદ ભાભર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બઢતી સાથે હેડ કોન્સ્ટેબલ શિહોરી ખાતે બદલી થતાં ક્રાઇમ રાઇટર હેડ તરિકે ફરજ બજાવતા હતા ત્યારે તારીખ ૧૪/૯/૨૦૨૨ ને બુધવારના રોજ બપોરે અચાનક દુઃખાવો થતાં તાત્કાલિક ધોરણે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
જ્યાં ડોકટર બિરેન રાવલ એ 108 દ્વારા તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે પાટણ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે પાટણ ની પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર અર્થે આઈ સી યુ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં વધુ તબિયત લથડતાં એમનું મોત થયું હતું ત્યારે શિહોરી સરકારી હોસ્પિટલ માં પીએમ અર્થે લાવી ને શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન મોત નો ગુનો નોંધી લાશ વાલી વારસો ને સુપ્રત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટના અંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ બેડામાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી
અને મૃતક ના પરીવાર સહિત ચાહકો શિહોરી ખાતે દોડી આવ્યા હતા જ્યાં તેમણે શ્રદ્ધા સુમન અર્પણ કરી ને મૃતક સ્વ. ઠાકોર વદનાજી હેડ કોન્સ્ટેબલ શિહોરી પોલીસ ની સુંદર કામગીરી ફરજ બજાવતા હતા હવે ભગવાન એમના દિવ્ય આત્મા ને ચિર શાન્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી ત્યારે શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અંતિમવિધિ માટે તૈયારી કરી ને મૃતક પોલીસ જવાન ના વતન તરફ જવા માટે રવાના થવા તૈયારી કરી હતી. જ્યાં એમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને સલામી આપી ને અગ્નિદાહ આપવામાં આવશે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ