મહેસાણા જિલ્લામાં આરટીઓ વિભાગે ટેક્સ બાકીદાર વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરીઆરટીઓ દ્વારા આ વાહનોની હરાજી કરવામાં આવશે.

March 18, 2025

મહેસાણા જિલ્લામાં આરટીઓ વિભાગે ટેક્સ બાકીદાર વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરટીઓ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ટેક્સ બાકી ધરાવતા વાહનોને ડિટેઈન કરવામાં આવે છે. વાહનની કિંમત કરતાં ટેક્સની રકમ વધુ હોવાથી માલિકો છોડાવતા નથી. જેથી આરટીઓ દ્વારા આ વાહનોની હરાજી કરવામાં આવશે.

આરટીઓ ઇન્સ્પેક્ટર એસ.એમ. પટેલના જણાવ્યા અનુસાર, મોટાભાગના કિસ્સાઓમાં વાહન માલિકો તેમના વાહનો છોડાવવા આવતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે વાહનની કિંમત કરતાં બાકી ટેક્સની રકમ વધારે હોય છે. આવા વાહનો લાંબા સમયથી આરટીઓ ઓફિસમાં પડી રહે છે.

વિભાગે હવે આવા વાહનોની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. હરાજીથી મળેલી રકમ બાકી ટેક્સમાં સરભર કરવામાં આવશે. મોટાભાગે આ વાહનોમાં કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. તેમાં નાના ગુડ્સ વેહિકલથી લઈને હેવી ગુડ્સ વેહિકલ, બસ અને ટ્રક જેવા તમામ પ્રકારના વાહનોનો સમાવેશ થાય છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0