કડી શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, નગરપાલિકા સામે સ્થાનિકોમાં રોષ

શેર કરવા અહીં ક્લિક કરો.

— શહેરના અનેક વિસ્તારો માં ભૂગર્ભની દુર્ગંધથી રોગચાળો ફેલાવાની દહેશત :

ગરવી તાકાત મહેસાણા :  કડી શહેરમાં ભુગર્ભ ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. શહેરની વિવિધ સોસાયટીઓ તેમજ મહોલ્લાઓમાં ઉભરાતી ગટર લાઈન પણ માથાના દુખાવા સમાન બની છે. નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામા ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલ સિંધીવાળામા છેલ્લા એક અઠવાડિયાથ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાતી રહી છે. જેને લઇને વિસ્તારના લોકો ભૂગર્ભની દુષિત દુર્ગધથી ત્રાહિમામ પોકારી ગયા છે. તો આ બાબતે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.
કડી નગરપાલિકાના નિષ્ફળ આયોજનના કારણે સમગ્ર કડી શહેરના કોઈકને કોઈક સ્થળે ગટરની પાઇપના લીકેજને કારણે શહેર ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ નગરપાલિકાના સત્તાધિશો ઉંઘમાં હોય તેવું લાગે છે.
કડી શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર લાઈન ઉભરાવાની સમસ્યા ને કારણે રહીશો ભારે હાલાકી સાથે રોગચાળો ફાટી નિકળવાની દહેશત સેવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા નું નિરાકરણ લાવે તેવી માંગ રહીશોમાં ઉઠવા પામી છે.

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.