બનાસકાંઠાના ખાઈવાડ ગામના મહાદેવ મંદિરના પૂજારી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો…

September 12, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખાઈવાડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી ગામના મહાદેવ મંદિરના પૂજારી જગાજી બદાજી સાંજે લગભગ 7:30 વાગ્યે મંદિરમાં પૂજા કરીને ઘરે પરત ફરી રહ્યા આ દરમિયાન રસ્તામાં અંધારાનો લાભ લઈને 7થી 8 હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો.

ઘટનાની જાણ થતાં તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી ગંભીર રીતે ઘાયલ થયેલા પૂજારીને સારવાર માટે દાંતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સમગ્ર ઘટનાની જાણ દાંતા પોલીસ સ્ટેશનને કરવામાં આવી.

ઈજાગ્રસ્ત પૂજારીના પરિવારજનોએ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી. પરિવારે પોલીસને આ અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા અપીલ કરી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0