રુ.321.59 લાખના ખર્ચે નવનિર્મિત જોટાણા સિવિલ કોર્ટ બિલ્ડીંગનું આજરોજ ઉદ્ઘાટન કરાયું
સ્થાનિકો તેમજ આસપાસના લોકોને સમય અનુસાર ઝડપથી ન્યાયની કાર્યવાહી થઈ શકશે
ગરવી તાાકત, મહેસાણા તા. 10 – ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સી .એમ રોયના વરદ હસ્તે રુ.321.59 લાખના ખર્ચે નવનિર્મિત જોટાણા સિવિલ કોર્ટ બિલ્ડીંગનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.નવનિર્મિત આ કોર્ટનું ઉદઘાટન કરી ઉપસ્થિત મહાનુભાવો સાથે કોર્ટ બિલ્ડીંગનું નિરીક્ષણ કર્યા બાદ પ્રાસંગિક પ્રવચનમાં ન્યાયમૂર્તિ સી.એમ. રોયે જણાવ્યું હતું કે,”આ કોર્ટ ના બનવાથી ન્યાય પ્રકિયા ઝડપી સરળ અને સસ્તી બનશે .તાલુકા મથકે સિવિલ કોર્ટ બિલ્ડીંગ ના નિર્માણથી સ્થાનિકો તેમજ આસપાસના લોકોને સમય અનુસાર ઝડપથી ન્યાયની કાર્યવાહી થઈ શકશે જેના કારણે અસિલોનો સમય અને નાણાંનો બચાવ થશે.
આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અલ્પેશભાઈ કોગઝે, ન્યાયમૂર્તિ ઉમેશ ભાઈ ત્રિવેદી, ન્યાયમૂર્તિ હસમુખભાઈ સુથારે પણ પ્રાસંગિક પ્રવચન પ્રવચન કર્યા હતા. ન્યાયમૂર્તિ એચ.ડી.સુથારે જણાવ્યું હતું કે,’ આ માત્ર સિમેન્ટથી બનેલ બિલ્ડીંગ નથી પણ ભારતના બંધારણે ન્યાયતંત્રને અને નાગરિકોને ન્યાય અપાવવા માટે આપેલું એક પવિત્ર સ્થાન છે. સમાજના છેવાડાના માનવીને ઝડપથી, સસ્તો અને કાયદાની સહાયથી સુંદર ન્યાય મળે તેવો સૌ પ્રયત્ન કરીશું. લોક અદાલતો તેમજ સમાજના ન્યાયના પ્રચાર પ્રસારમાં સહયોગ કરવા વકીલોને તેમને અનુરોધ કર્યો હતો.
ન્યાયમૂર્તિ ઉમેશભાઈ ત્રિવેદી પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે બિલ્ડીંગ સાથે ન્યાય પ્રણાલી પણ સ્વચ્છ રાખશો. સ્થાનિક તેમજ કોર્ટનના કામમાં આવતા તમામ લોકોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરશો તેવું તેમણે વકીલોને પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ આર.એન.બારોટ તેમજ ન્યાયમૂર્તિ અલ્કેશભાઇ કોગજી એ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ન્યાયમૂર્તિ અલ્કેશભાઇ કોગજી એ જણાવેલુ કે ,” આજે વિશ્વ સિંહ દિવસ પણ છે ત્યારે કાયદા સાથે સંકળાએલા સૌને કહુ છુ કે ન્યાય માટે સિંહની જેમ નિર્ભિક બની કામ કરજો.
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધી જે.આર.શાહે સ્વાગત પ્રવચનમાં જોટાણા તાલુકાની વિરાસત વર્ણવીને જિલ્લામાં આવેલા ન્યાયાલયોની વિગતો પૂરી પાડી હતી તેમજ વર્ષ 2013 માં જોટાણા તાલુકાના અસ્તિત્વબાદ ઝડપથી સ્થાનિકે નવીન સિવિલ કોડનું નિર્માણ થવાથી સ્થાનિક તેમજ અસર કરતા ગામોને ઝડપથી ન્યાય પ્રક્રિયામાં ન્યાય મળશે એમ જણાવ્યું હતું.