બોરીયાવી ગામે વાવાઝોડ પડેલા વરસાદમાં વીજકરંટ લાગતાં રાવળ પરિવારના યુવકનું મોત થયું હતું
મહેસાણા તાલુકા પંચાયત દ્વારા માનવ મૃત્યુ સહાય મંજૂર કરવા જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરાઇ હતી
ગરવી તાકાત, મહેસાણા તા. 21- તાજેતરમાં આવેલા બીપોરજોય વાવાઝોડાની અસર હેઠળ મેહસાણા જિલ્લા માં થયેલ ભારે વરસાદ ના કારણે બોરીઆવી તાલુકો મહેસાણા ગામે રાવળ ભરતભાઈ ચંદુભાઈનું વીજ કરંટ લાગવાથી તારીખ 15-4-2023 ના રોજ દુઃખદ અવસાન થતાં તાલુકા વિકાસ અધિકારી મહેસાણા દ્વારા માનવ મૃત્યુ સહાયની દરખાસ્ત જિલ્લા પંચાયતને સાદર કરતા જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી.

જે સંદર્ભે આજરોજ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રહલાદભાઈ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી રાજુભાઈ પટેલ તથા ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન રેખાબેન રાજુભાઈ ચૌધરી વતી રાજુભાઈ ચૌધરી તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભોગીલાલ પટેલ તાલુકા સદસ્ય શ્રી કાંતિભાઈ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દર્શનભાઈ પટેલ તથા બોરીયાવી ગામના તલાટી વહીવટદાર અને ગામના આગેવાનોની હાજરીમાં બોરીયાવી ગામે રાવળ ભરતભાઈના ઘરે જઈને શોક સંદેશો પાઠવીને રૂપિયા 400000/- રૂપિયા ચાર લાખની માનવ મૃત્યુ સહાયનો ચેક અર્પણ કરવામાં આવેલ છે અને સરકારશ્રી દ્વારા તાત્કાલિક મૃત્યુ સહાય આપી એક સહારો પૂરો પાડવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.


