પાટીલના નિવેદન પર માલધારી સમાજ વિફર્યો – કહ્યુ, પાટીલ માફી માંગે અને ગૌચર જમીન ઉધોગપતીઓને આપવાનુ બંધ કરવામાં આવે !

શેર કરવા અહીં ક્લિક કરો.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને વિવાદમાં સપડાવાની આદત પડી ગઈ છે. તેમના એક નિવેદનથી માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. જેમાં તેમને ગતદિવસોમાં ઉધોગપતિઓ સાથેની એક મીટીંગમાં આદેશ આપ્યો હતો કે, 8 દિવસમાં રઝળતી ગાયો શહેરમાં દેખાવી ના જોઈયે. તેમના આ નિવેદનથી માલધારી સમાજ નારાજ થયો છે. જેમાં તેમને આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌચર જમીન ઉધોગપતીઓને પધરાવી દેવામાં આવી હોવાથી અમારે ના છુટકે અમારા પશુઓ બહાર છોડવા પડી રહ્યા છે.

આ પણ વાંચો – ખેડુતોને ગાડી નીચે કચડી હત્યા કરનાર કેન્દ્રીય મંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીએ લટકાવો – યંગ બ્રિગેડ સેવાદળની માંગ

માલધારી સમાજે મુખ્યમંત્રીને પત્ર લખી સીઆર પાટીલને માફી માંગવાની અપીલ કરી છે. જેમાં તેમને સાથે માંગ કરી છે કે, શહેરમાં વસતા માલધારી સમાજના લોકોને અલગથી જમીન ફાળવવામાં આવે, ગૌચર જમીન ઉધોગપતીઓને આપવાનુ બંધ કરવામાં આવે, ગૌચર જમીન પર થયેલ દબાણો દુર કરવામાં આવે, ગામોમાં વાડાઓ ફાળવવામાં આવે, તથા સરકારની રહેમ દ્રષ્ટી નીચે ચાલતા કતલખાના બંધ કરવામાં આવે. જો આ સમષ્યાઓ દુર થાય તો શહેરમાં રઝળતા ઢોરની સમષ્યા દુર કરી શકાય એમ છે.

સીઆર પાટીલને માંફી માંગવાની અપીલ સાથે પોતાના પ્રશ્નો હલ કરવા જણાવ્યુ છે. જો સરકાર દ્વારા એમ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં માલધારી સમાજ રસ્તા ઉપર ઉતરશે તેમ પોતાની રજુઆતમાં માલધારી સમાજે જણાવ્યુ હતુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.