— સૌથી વધુ દૂધ ભરાવનાર દંપતિનું ચેરમેન દ્વારા કરાયેલ બહુમાન :
ગરવી તાકાત મહેસાણા : વર્ષ દરમિયાન દૂધસાગર ડેરીમાં સૌથી વધારે દૂધ ભરાવનારને સંસ્થાના ચેરમેન
દ્વારા બહુમાન કરવામાં આવે છે. જે અનુસંધાને મહેસાણા તાલુકાના પુનાસણ ગામે સૌથી વધારે દૂધ ભરાવીને રેકોર્ડ બનાવનાર નાગરીકનું ચેરમેન દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપે મને ભગવાન શ્રી. રામ – લક્ષ્મણ – હનુમાનજી અને જાનકી માતા નો ફોટો આપી – એક રીતે દૂધસાગર ડેરી માં રામરાજ્યની અપેક્ષા રાખી છે. હું આપને મહાદેવ ની આ પવિત્ર જ્ગ્યાએ થી વિશ્વાસ આપું છું – દૂધસાગર માં એક ટીપું દૂધ કે ; દૂધ ની દોહનારીઓનો એક પૈસો ખોટો નહીં
— દૂધ ની દોહનારીઓનો એક પૈસો ખોટો નહીં વેડફાય : અશોકભાઇ ચૌધરીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું. :
સમગ્ર પુનાસણ ગામના ગ્રામજનો દ્વારા ઐતિહાસિક દૂધ ભાવ વધારો આપવા બદલ અશોકભાઇ નું સન્માન કરવામાં આવ્યું. દૂધસાગર ડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર-પુનાસણ દૂધ મંડળીના સભાસદ હર્ષદ ચૌધરી અને તેમના ધર્મપત્ની નું બહુમાન કરવામાં આવ્યું.


