કડી ના કસ્બા વિસ્તારમાંથી જુગાર ધામ ઝડપાયું

May 6, 2022

— કસ્બા ની પાસે આવેલ મુનશફ કોર્ટ પાસે થી પાંચ જુગારીઓ સહીત 20,300/- રૂપિયાનો જુગાર ધામ ઝડપાયો :

રવી તાકાત મહેસાણા :  કડી માં આવેલ કસ્બા જુની મુનશફ કોર્ટ પાસે આવતા કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે ઇમરાનમિયા ઉર્ફે ચિંકારો મુસ્તફામિયા સૈયદ રહે કસ્બા પાસે આવેલ ઇમામકુઇ પાસે પોતના ઘર ની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બહારથી માણસો બોલાવી પોતાના આર્થીક ફાયદા અનુશાર હારજીત નો જુગાર રમાડી રહ્યા હતા ત્યારે બાતમી ના આધારે કડી પોલિસ સ્ટેશન ના કર્મચારીઓ ખાતરી વાળી જગ્યા ઉપર જઈને રેડ કરતા ટોળું વળી ને પાંચ લોકો હાર જીત નો જુગાર રમી રહ્યા હતા. અને જુગાર  રમી રહેલા પાંચ લોકો માંથી બે ઇસમો ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને બાકી ના ત્રણ ઇસમો નાસી છૂટયા હતા.
અને પકડાયેલ ઇસમો પાસેથી મળી આવેલ રોકડ રકમ 7,400/- તથા દાવ ઉપરથી મળેલ રોકડ રકમ 2,900/- મળી કુલ રોકડ રકમ 10,300 તથા મોબાઇલ નંગ -2 કિંમત રૂપિયા 10,000/- તેમ મળી કુલ કિંમત રૂપિયા 20,300/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને કડી પોલિસ દ્વારા આ જુગારધામ પરથી પકડાયેલ ઇસમો અને નાસી ગયેલ ઇસમો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

— ઝડપાયેલ ઇસમો ના નામ : (1) ચાવડા શૈલેષસિંહ વિક્રમસિંહ રહે, જુની શેઢાવી, મહેસાણા (2) ચાવડા ભાવેશસિંહ હિંમતસિંહ રહે,જુની શેઢાવી, મહેસાણા

— નાસી છુટી ગયેલ ઈસમો ના નામ : (1) ઇમરાનમિયા ઉર્ફે ચિંકારો મુસ્તફામિયા સૈયદ રહે, કસ્બા ઇમામકુઈ પાસે (2) અકરમભાઇ ઉર્ફે અકુડી કાદરભાઈ સૈયદ રહે, નંદાસણ  (3) જુનેદ

તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0