સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે આવેલી વિર વિજય પુરા પ્રાથમિક શાળા નો સ્થાપના દિવસ ઉજવાયો

August 1, 2022
ગરવી તાકાત સરસ્વતી પાટણ : સરસ્વતી તાલુકાના  ઉંદરા ગામે આવેલ વિજય પુરા પ્રાથમિક શાળા ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાની સ્થાપના 1.8. 2001ના રોજ કરવામાં આવી હતી.ત્યારે આજે આ શાળાને એક 21વર્ષ પુરા થતા શાળા ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
પરિવાર દ્વારા શાળાને સુશોભિત  કરીને ગ્રામજનો તેમજ બાળકો વચ્ચે કેક કાપીને શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી.ઉજવણીમાં એસ.એમ.સી.ના સભ્યો સી.આર.સી તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં શાળામાં સ્થાપના દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ નો આનંદ બાળકો અને ગ્રામજનોએ  માણ્યો હતો.સી.આર.સી દ્વારા આ પ્રસંગે ગ્રામજનો ને શિક્ષણના હેતુ નુ મહત્વ સમજાવ્યું હતું.
તો સાથે દાન આપનાર લોકો પણ પોતાની યથાશક્તિ પ્રમાણે બાળકોને કંઇક આપવાની કોશિશ કરી હતી.જેમાં શિક્ષણવિદ લાડજીજી વણવિરજી ઠાકોર તરફથી ધોરણ-1 ના બાળકો ને સ્લેટ તથા શ્રવણજી જોગાજી તરફ શૈક્ષણિક કીટ ઉદાજી સેલાજી તરફથી પેન ચોકલેટ આપવામાં આવી હતી.શાળા પરિવાર તરફથી ધોરણ-1 ના બાળકો ને સ્કુલ બેગ ભેટમાં આપવામાં આવી હતી.
તદ ઉપરાંત ઉપસ્થિત ગ્રામજનો તેમજ બાળકો ને તિથિ ભોજન મોઘજીજી કપુરજી તરફથી આપવામાં આવ્યું હતુ.શાળાના આચાર્યશ્રી પારૂલબેન શાળા સ્ટાફ દિપીકાબેન .રીનાબેન તેમના સહયોગથી શાળાના સ્થાપના દિવસ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0