સિદ્ધપુરમાં રામનવમીએ પ્રભુ શ્રી રામની પાંચમી શોભાયાત્રા નીકળશે…

March 21, 2026

ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામ નવમી શોભાયાત્રા સમિતિ દ્વારા આગામી રામનવમીના દિવસે પ્રભુ શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું આ સતત પાંચમી વખત આ શોભાયાત્રા યોજાશે આ યાત્રા શહેરના રોકડિયા હનુમાનજી મંદિરથી પ્રસ્થાન કરશે શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામનો મુખ્ય રથ અને પ્રસાદ રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ ઉપરાંત ડીજે, નાસિક ઢોલ અને વિવિધ બેન્ડવાજાની પણ વ્યવસ્થા કરવામાં આવી ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાઈને વાતાવરણને ભક્તિમય બનાવશે શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર શહેરના વિવિધ સામાજિક સંગઠનો અને મંડળો દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરાશે આ કેમ્પોમાં રામભક્તો માટે પીવાના પાણી.

અને નાસ્તા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે રામનવમી શોભાયાત્રા આયોજકો સભ્યોએ બેઠક યોજી તેમણે લોકોને આ શોભાયાત્રામાં વધુમાં વધુ સંખ્યામાં સહભાગી થવા અપીલ કરી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સમિતિના કાર્યકરો અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા રૂટ અને વ્યવસ્થાનું માળખું તૈયાર કરી દેવાયું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0