ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના બાયપાસ રોડ પર દોઢ વર્ષ અગાઉ 19 વર્ષીય યુવતીની કરવામાં આવેલી હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીના રેગ્યુલર જમીન મેળવવા આરોપીએ કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટ અરજી ફગાવી મહેસાણા શહેર નજીક આવેલા બાયપાસ પાસે 2021માં પેટ્રોલિંગ દરમિયાન મહેસાણા પોલીસને શહેરના નુગર બાયપાસ સર્કલથી સુવિધા સર્કલ તરફના ખરી નદી પર આવેલા બ્રિજ નીચે સર્વિસ રોડ પર બાવળની ઝાડીઓમાં યુવતીની લાશ મળી આવી હતી. અર્ધ બળેલી અને નિર્વસ્ત્ર અવસ્થામાં લાશ મળી હતી.
જેની પોલીસે તપાસ કરતા તેની માતા કામીનીબેન જાટ સુધી પહોંચી હતી અને 2 દીવસ પહેલા માતાનો પ્રેમી પરેશ ઠાકોર જોષી રાત્રી દરમિયાન યુવતીને ગાડીમાં બેસાડીને લઇ ગયો હોવાનું કહી તેણે હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. આરોપી પરેશ જોષીની પૂછપરછ કરતા આરોપીએ સમગ્ર ઘટના અંગે ખુલાત કરી હતી. દરમિયાન ચાર્જશીટ બાદ આરોપીએ રેગ્યુલર જમીન મેળવવા મહેસાણા સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી જોકે, કોર્ટ આરોપીના જમીન અરજી નામંજૂર કરી છે.


