સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે દિવ્યાંગ ખેલાડીઓની નેશનલ વીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનો  સમાપન સમારોહ યોજાયો

March 19, 2024

ટુર્નામેન્ટમાં સમગ્ર ભારત દેશના અલગ અલગ આઠ રાજ્યોની ટીમો એ ભાગ લીધેલ હતો

ગરવી તાકાત, વિસનગર તા. 19 – શ્રી પ્રકાશભાઈ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સંચાલિત સમગ્ર ઉત્તર ગુજરાતની સુપ્રસિદ્ધ સાકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તારીખ 15 માર્ચ 2024ના રોજથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત દિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારત દેશના અલગ અલગ આઠ રાજ્યોની ટીમો એ ભાગ લીધેલ હતો,આ ટીમો તારીખ 15માર્ચ થી 19માર્ચ સુધી લીગ પદ્ધતિથી એકબીજા સાથે રમી હતી. ફાઇનલમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની મેચ ખૂબ જ રસાકસી ભરી રહી હતી.

અંતે આ ટુર્નામેન્ટમાં ઉત્તર પ્રદેશની ટીમ વિજેતા બની હતી.વિજેતા ખેલાડીઓને મહેમાનો દ્વારા ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રથી નવાજવામો આવ્યા હતા. આ ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે વિસનગર સિનિયર સિટીજનના ચેરમેન શ્રીમાન જે.એન. ઝવેરી સાહેબ,શ્રી પંકજ રાજ મેવારા, ડાઇરેક્ટર DCCBI, ગઝલ ખાન CEO, DCCBI, શ્રીપ્રકાશ પટેલ, પ્રેસિડેન્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ, ડૉ.પી.એમ.ઉદાની,પ્રોવોસ્ટ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ, રજીસ્ટાર ડૉ.પરિમલ ત્રિવેદી અને સમગ્ર સાકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવારની હાજરીમાં સમાપન સમારંભ યોજાયો,

આ વીલચેર નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ ની અંદર સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ છતિસગઢ, તમિલનાડુ ,મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ  આ સમાપન સમારોહ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના  પ્રેસિડેન્ટ  પ્રકાશભાઈ પટેલે ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘનો ખુબ ખુબ આભાર માન્યો હતો. કારણકે તેમના સહયોગથી સમગ્ર ગુજરાતમાં પહેલી વખત આવડી મોટી દિવ્યાંગ ખેલાડીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનું  યુનિવર્સિટી ખાતે સફળતા પૂર્વક આયોજન થયું,

સાથે સાથે આપણા યસસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા દિવ્યાંગ ખેલાડીઓને વર્ષોથી ખૂબ સારું પ્રોત્સાહન અને સગવડો પૂરી પાડે છે.અને સતત પ્રોત્સાહિત કરતા રહે છે.અને આ સાથે સાથે આ વિકલાંગ વિલચેર  ક્રિકેટ ટ્રુર્નામેંટનો પેરા ઓલમ્પિકમાં ઝડપથી સમાવેશ થાય તે માટે આશીર્વચન આપ્યા હતા,આ સ્પર્ધા સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે. આગામી  સમયમાં આવા દિવ્યાંગ ખેલાડીઓ માટે આવી કોઈપણ પ્રકારની ટુર્નામેન્ટ કરવા અમારી યુનિવર્સિટી સદાય તત્પર રહેશે એવું શ્રીપ્રકાશ પટેલ સાહેબે જણાવેલ આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી કરાયું તે બદલ સમગ્ર મહેમાનોએ આયોજકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0