— જાગૃત નાગરીકે બીમાર ગાય ને સારવાર અપાવવા ચીફ ઓફિસર નો સંપર્ક કર્યો તો ચીફ ઓફિસરે કહ્યું મૃત્યુ પામે એટલે લઈ જઈશું :
— કડી બસ સ્ટેન્ડ પાસે પડેલ બીમાર ગાય નો મામલો :
— બીમાર ગાયને સારવાર અપાવવાની કડી પાલિકા ના ચીફ ઓફિસરે પાડી દીધી ચોખ્ખી ના :
— જાગૃત નાગરિકે સંપર્ક કરતા પશુ દવાખાનાનો સંપર્ક કરો અને મૃત્યુ પામે તો ઉઠાવી લઈશું તેવો આપ્યો ઉદ્ધત જવાબ :
— ચીફ ઓફિસર ના ગાય માતા પ્રત્યેના ઉદ્ધત વલણ થી ગાય મૃત્યુ પામતા હિન્દુ સમાજમાં રોષ :
ગરવી તાકાત મહેસાણા : કડી નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા બસ સ્ટેન્ડ ની સામે બીમાર હાલત માં ગાય પડેલી હોવાથી જાગૃત નાગરીકે કડી પાલિકાના ચીફ ઓફિસર નરેશ પટેલ નો સંપર્ક કરી બીમાર ગાયને સારવાર અપાવવા વિનંતી કરતા ચીફ ઓફિસરે બીમાર ગાય ને સારવાર માટે પશુ સારવાર કેન્દ્ર નો સંપર્ક કરવા જનાવી તેઓએ ગાય મૃત્યુ પામે તો અમે લઈ જઈશું તેવો ઉદ્ધત જવાબ આપતા જાગૃત નાગરીક સહિત લોકોમાં ચીફ ઓફિસર વિરૂદ્ધ રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.
ગાયને કલાકો સુધી સારવાર ના મળતા ગાય તડપીને મોતને ભેટી હતી.ઉલ્લખનીય છે કે થોડા સમય પહેલા જાગૃત નાગરીકે આરટીઆઈ માં બીમાર અને અકસ્માતમાં ઘાયલ પશુઓને પાલિકા દ્વારા સારવાર
અપાવવામાં આવે છે કે નહિ તેના જવાબમાં પાલિકાએ જરૂરિયાત મુજબ ઘાયલ કે બીમાર પશુને પશુ સારવાર કેન્દ્રમાં મોકલી આપીએ છીએ તેવો લેખિત માં જવાબ આપ્યો હતો પરંતુ બીમાર ગાયને સારવાર અપાવવાની ના પાડતા ચીફ ઓફિસર ના જવાબમાં દેખીતો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે

હિન્દુ રાષ્ટ્ર નું સપનું બતાવી અને ગાય ને માતાનો દરજ્જો આપનાર ભાજપના શાસનમાં ગાયો ની દયનીય હાલત જોવા મળી રહી છે.ભાજપ ની સરકાર દ્વારા કડી શહેરમાં ગાયને પાલિકા ના ચીફ ઓફિસર દ્વારા સારવાર માટે ઘસી ને ના પાડી દેતાં ગાય સારવાર ના અભાવે તડપીને મોતને ભેટતા લોકોમાં કડી પાલિકાના ચીફ ઓફિસર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.ગણતરીના સમય અગાઉ જાગૃત નાગરીકે કડી પાલિકા દ્વારા જાહેર માર્ગ અકસ્માત કે બીમાર પશુઓને સારવાર અપાવવામાં આવે છે કે નહિ તેવો રાઈટ ટુ ઇન્ફોર્મેશન(RTI) માં પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં કડી પાલિકાએ અરજદાર ને લેખિતમાં જરૂર જણાય પાલિકા દ્વારા તો સારવાર અર્થે પશુ દવાખાનામાં લઈ જવામાં આવે છે તેવો જવાબ આપ્યો હતો પરંતુ તે ફકત સરકારી ચોપડા પૂરતું જ હોવાનું પુરવાર થયેલ જોવા મળ્યું હતું.
જાગૃત નાગરિકે બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર પડેલ બીમાર ગાયને સારવાર અર્થે ખસેડવા સંપર્ક કરતા તે કામ પાલિકાનું નથી તેને પશુ સારવાર કેન્દ્રમાં લઈ જાઓ તેવો ઉદ્ધત જવાબ આપતા જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ નો હવાલો આપતા ભૂલ થી એવો જવાબ અપાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.બીમાર ગાયને સારવાર અપાવવામાં પાલિકાના ચીફ ઓફિસરે હાથ અધ્ધર કરતા ગાય સારવાર ના અભાવે તડપીને મોતને ભેટતા લોકોમાં ચીફ ઓફિસર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.હિન્દુ રાષ્ટ્ર અને ગાય ને માતાનું બિરુદ આપી સત્તામાં બેઠેલ પાર્ટી ની સરકાર હોવા છતાં તેમના રાજમાં ગાય નું સારવાર ના અભાવે મોત નીપજ્યું તે કેટલા અંગે ઉચિત તે જોવા જેવું રહ્યું.કેટલાક પ્રબુદ્ધ નાગરીકો ના મતે હિન્દુ રાષ્ટ્ર નું અને ગાય ને માતાનું બિરુદ આપનારી પાર્ટી ગાય પ્રત્યે કોઈ સંવેદના ધરાવતી નથી તેઓને ફકત સત્તામાં જ રસ છે અને તેમના રાજમાં આવા સરકારી અમલદારો આવા તુચ્છ જવાબ આપે છે તો રાજ્ય સરકાર તેમના વિરૂદ્ધ શું પગલાં ભરશે તે જોવાનું રહ્યું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી