પતિ પત્ની અને વોનો કિસ્સો! ગુજરાતમાં વધુ એક પરિવાર વિખેરાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

પતિ-પત્નીના સબંધમાં વોનો પ્રવેશ થાય છે ત્યારે બધું જ ખેદાન મેદાન થઇ જાય છે

વલસાડમાં પણ એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી

ગરવી તાકાત, વલસાડ તા. 15 – પતિ પત્નીના સંબંધને જન્મો જનમના સંબંધો માનવામાં આવે છે, જોકે પતિ-પત્નીના સબંધમાં વોનો પ્રવેશ થાય છે ત્યારે બધું જ ખેદાન મેદાન થઇ જાય છે. વલસાડમાં પણ એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી છે. ત્યારે શું છે આખી ઘટના?

વલસાડના અબ્રામા રોડ પર નવા બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ના પ્લોટ નંબર 25 માં એક ફેક્ટરી નું કામ ચાલી રહ્યું છે. જેમાં મૂળ બિહારના શેખપુરાના 36 વર્ષે પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો. બે દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાન ની કોઈ એ માથાના ભાગે હથોડા અને લોખંડની પાઇપ ના ઉપરાછાપરી ઘા મારી અને તેની હત્યા નીપજાવી હોવાની ઘટના બની હતી. સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ અધિકારીઓ નો કાફલો સ્થળ પર પર પહોંચ્યો હતો. અને તપાસ શરું કરી હતી. પ્રાથમિક તપાસમાં આ નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતું અન્ય એક શ્રમિક દંપત્તિ પણ રાતથી ગાયબ હોવાનું જણાવતા વલસાડ પોલીસે તેમને શોધવા પણ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.

Valsad City Police Station planted saplings, when to plant trees | સમસ્યા:  વલસાડ સિટી પોલીસ મથકે રોપા ખડકાયા, વૃક્ષારોપણ ક્યારે - Valsad News | Divya  Bhaskar

સૌપ્રથમ પોલીસને ઘટના બાદ થી ફરાર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા તેમણે તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંઝી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી અને વિકાસ માંઝિ અને તેની પત્ની ચંપાદેવી ને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગાંવ એક રેલ્વે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને વલસાડ લાવી તપાસ કરતા હત્યાનું રહસ્ય ખુલ્યું હતું.

આરોપી વિકાસ માંઝી ની ધરપકડ બાદ વલસાડ પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બનાવની રાત્રે મૃતક પપ્પુ પાસવાન આરોપી વિકાસ માંઝી ની પત્ની ચંપા સાથે આડા સંબધો બાંધી રહ્યો હતો . પોતાની પત્ની ચંપા અને મૃતક વિકાસ ને કઢંગી હાલત માં જોતા જ આરોપી બેકાબુ બની ગયો હતો .ક્રોધ માં અંધ બનેલ વિકાસે પપ્પુ પાસવાનના માથામાં હથોડા અને લોખંડના પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો .આમ મૃતક પપ્પુ પાસવાન નું આરોપીની પત્ની સાથેના આડા સંબંધ ના કારણે જ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી વિકાસ માંઝી બંને બિહારના જમુઈ જિલ્લા ના મથુરાપુરા ના રહેવાસી હતા . મૃતક પપ્પુ પાસવાન અને આરોપી ચંપાદેવી વતનમાં એક સાયકલ રેસમાં દરમિયાન પરિચિત થયા હતા. અને મોબાઈલ નંબરની આપ લે બાદ અવારનવાર તેમના વચ્ચે વાતચીત થતી હતી અને બંને વચ્ચે આડા સંબંધ પાગર્યા રહ્યા હતા. આથી પોતાની પ્રેમિકાને સાથે જ રાખવા તેમને કામના બહાને વલસાડ બોલાવ્યા હતા. અહી જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બની રહેલી આ નવી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને આ કંપની પરિસરમાં જ પડાવ નાખી અને રહેતા હતા. આરોપી વિકાસ માંઝી અહી પોતાની પત્ની સાથે રહેતો હતો.

વલસાડ પોલીસે અત્યારે વિકાસ માંઝી અને તેની પત્ની ચંપા દેવીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કડક અને દાખલા રૂપ સજા ફટકારવામાં થાય તે માટે તમામ પુરાવો એકત્રિત કરી રહી છે. આમ ફરી એક વખત આડા સંબંધોનું પરિણામ લોહિયાળ જ આવ્યું છે. આડા સંબંધમાં જ એક શ્રમિકે સાથી શ્રમિકની હથોડાના ઝીંકી અને ઘાતકી હત્યાની આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.