કાંકરેજના ઉંબરી ગામે વરરાજા હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા પહોંચ્યા રૂદાતલના વરરાજા યુવરાજસિંહ ઝાલા હેલિકોપ્ટર લઈને પરણવા પહોંચ્યા

May 24, 2022
ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ ના ઉબરી  ગામમાં વરરાજા હેલિકોપ્ટરથી જાન લઈને આવતાં હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યા લગ્ન બાદ વરરાજા પોતાની પત્ની પૂજાબા વાઘેલાને હેલિકોપ્ટરમાં બેસાડી લઈ ગયા પોતાના ઘરે બનાસકાંઠાના ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસી પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે  કાંકરેજ તાલુકામાં હેલિકોપ્ટરમાં બેસી વરરાજા પોતાની દુલ્હનને લેવા આવ્યા નો ક્રેઝ વધ્યો છે
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામેથી નરેન્દ્રસિંહ બાલસિંહના સુપુત્ર યુવરાજસિંહ ઝાલા સોમવારે સવારે 9 કલાકે રજવાડી ઠાઠ-માઠ સાથે હેલિકોપ્ટરમાં કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે બચુભા કિંતુભા વાઘેલાની દીકરી પૂજાબાની જાન લઈને પધાર્યા હતા.
ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હેલિકોપ્ટર જોવા માટે ઉમટી પડ્યા હતા અને સાંજે 4 ક્લાકે દીકરી પૂજાબાની વિદાય કરવામાં આવી હતી ત્યારે પણ મોટી સંખ્યામાં વિદાય કરવા માટે ગ્રામજનો આવ્યા હતા. શિહોરી પીએસઆઈ એ.કે.દેસાઈ દ્વારા પણ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો…
તસવિર અને અહેવાલ :  માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0