વડનગર તાલુકાના શોભાસણ ગામની સીમમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી

June 10, 2022

— 7 જૂને ઘરેથી નીકળી ગયા બાદ ગુરુવારે 40 વર્ષિય મહિલાએ ઝાડ સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ આપઘાત :

ગરવી તાકાત મહેસાણા : વડનગર તાલુકાના શોભાસણ ગામની સીમમાંથી ગુરુવારે સવારે પેઢામલી ગામની 40 વર્ષિય મહિલાએ ઝાડ સાથે દોરી બાંધી ગળા ફાંસો ખાઈ આપઘાત કરતાંપોલીસે મહિલાના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

ખેરાલુ તાલુકાના ચોટિયા ગામે પરણાવેલા કાન્તાબેન દેવીપૂજકના એક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયા બાદ તેઓ પિયર પેઢામલી ગામે રહેતા હતા. છૂટાછેડા થઈ ગયા બાદ તેઓ ટેન્શનમાં રહેતા હોઈ ઘરેથી નીકળી ગયા હતા. તેઓ ગત 7 જૂનના રોજ ઘરેથી નીકળી ગયા બાદ પરત આવ્યા ન હતા. આથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ મહિલાનો પત્તો લાગ્યો ન .આ દરમિયાન ગુરુવારે સવારે શોભાસણની સીમમાં ઝાડ સાથે લટકતી હાલતમાં ફાંસો ખાધેલી લાશ મળતા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળ પહોંચી લાશનો કબજો મેળવી વડનગર સિવિલમાં પીએમ કરાવી લાશ પરિવારને સોંપી હતી.મૃતકના ભાઈ ભરતભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0