અરવલ્લીના માલપુર તાલુકાના એક ગામમા સવારે એક છોકરો અને છોકરી રહસ્યમય સંજાેગોમાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. અરવલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, બે સગીર બાળકોના મૃતદેહ બુધવારની સવારે 4.30 કલાકની આસપાસ ગામના મંદિર નજીકના ઝાડ પરથી લટકતા મળી આવ્યા હતા.છોકરાની ઉંમર 17 વર્ષ હતી, જ્યારે છોકરીની ઉંમર 16 વર્ષની હતી અને બંને એક જ ગામના તથા એક કુટુંબના હોવાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચો – ક્યા હીમ્મત હૈ !! દલિત યુવતીના ઘરમાં ઘુસી રેપનો કર્યો પ્રયાસ, કીડનેપીંગની પણ આપી ધમકી !
માલપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતોના મૃતદેહ એક જ સાડીના કપડાનો ઉપયોગ કરીને લટકતા હતા. પોલીસે આ મૃતદેહોને પોસ્ટ માટે મોકલ્યા છે. હાલ મોર્ટમ રિપોર્ટની રાહ જાેવાઈ રહી છે. હમણાં સુધી બંને પરિવારોએ કોઈ ફરિયાદ નોંધાવી ન હોવાથી આ કેસમાં આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવ્યું છે. હાલ આ ઘટનાની વધુ તપાસ ચાલુ છે. અરવલ્લીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે, પ્રથમ નજરે આ કેસ આત્મહત્યાનો લાગે છે, પરંતુ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. મૃતક છોકરાના મોટા ભાઈએ જણાવ્યું કે, અમને ખબર નથી કે તેણે આ છોકરી સાથે આવુ પગલું કેમ ભર્યું. તે કોઈ કારણસર પરેશાન હોય શકે છે, પરંતુ અમને એ વાતની કોઇ જાણકારી નથી.


