— સમાજમાં શ્રેષ્ઠતમ ગુરૂઓ દ્વારા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણનું સૂચારૂ કામ થઇ રહ્યું છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
— મહેસાણા જિલ્લાના 13 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરી સન્માનીત કરાયા :
— ધોરણ 06 થી 08 માં અભ્યાસ કરતા 15 પ્રતિભાશાળી બાળકોને સન્માનીત કરાયા :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા ગણપત વિશ્વ વિધાલય ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં શ્રેષ્ઠતમ ગુરૂઓ દ્વારા રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણનું સૂચારૂ કામ થઇ રહ્યું છે. ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાની આ પરંપરા રાષ્ટ્ર માટે ગૌરવાવિંત છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ઠત્તમ કાર્ય કરતા શિક્ષકોને સન્માન આપવું એ આપણા સૌની ફરજ છે.સમાજ વિકાસમાં શિક્ષકોનું યોગદાન અમૂલ્ય છે.તેમણે ઉમેર્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવું એ રાજ્યની પરંપરા છે. દેશના પ્રધાનમંત્રીશ્રીની દિર્ઘદષ્ટીને પગલે આજે ગુજરાતનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. નરેન્દ્રભાઇનું સ્વપન હતું કે રાજ્યનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર દ્વારા કરાઇ રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે શિક્ષકોને સ્થૂળ કે સુક્ષ્મ કોઇ પણ પ્રકારનો સ્વાર્થ હોતો નથી.સમાજ જીવનમાં શિક્ષકોનું સ્થાન મહત્વનુ છે.
આજના બદલાતા ટેકનોલોજીના યુગમાં શિક્ષકો તાલ મીલાવતા થયા છે જેનો સીધો ફાયદો સમાજને મળતો થયો છે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે શિક્ષણ થકી સસ્કૃતિ જીવંત રહે છે. સનાતન સંસ્કૃતિ પર અનેક આક્રમણો બાદ પણ જીવીત છે ,જેનો શ્રેય ગુરૂજનોને જાય છે.બહુમુખી આયામો ધરવાતા દેશમાં ગુરૂ થકી વિશ્વ ગૂરૂ બનાવનું સ્વપન પુરૂ થઇ રહ્યુ છે. આ પ્રસંગે પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી એ શિક્ષકો સમાજની સાથે ભાવિ પેઢીના ઘડતરનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે. તેમ જણાવી તેમણે એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભા સંસદ જુગલસિંહ ઠાકોરે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને તત્વ ચિંતક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.
કોરી આંખોમાં સપના વાવે એ શિક્ષક એવી લાગણી વ્યક્ત કરતા તેમણે અહોભાવ સાથે શિક્ષકોને પોતાનું કર્તૃત્વ નિભાવવા જણાવ્યું હતું. ગણપત યુનિના પ્રમુખ ગણપતભાઇ પટેલે ગુરૂના સર્વોચ્ચ સ્થાન થકી આજનો દિવસ જ નહિ પરંતુ દરેક દિવસ તેમની આરાધાનનો દિવસ ગણાવી શિક્ષકોનું વિશેષ મહત્વ સમાજ જીવનમા છે તેમ જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.એ.કે.મોઢ પટેલે જણાવ્યું કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને તત્વ ચિંતક ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના 13 શિક્ષકોનું સન્માન શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ કરવામાં આવ્યું હતું..
જિલ્લાના શિક્ષણપ્રેમી શિક્ષકોને મહાનુભાવોના હસ્તે શાલ,સન્માન પત્ર અને પુરસ્કાર અર્પણ કરી ગૌરવ સન્માન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 15 પ્રતિભાળી શાળી બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ધારાસભ્યશ્રી કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો ગૌરાંગ વ્યાસ, ગણપત યુનિના પ્રો ચાન્સેલર ડો મહેન્દ્ર શર્મા,શિક્ષક સંઘના હોદ્દેદારો, બી.આર.સી, સી.આર.સી, પદાધિકારીઓ, કેળવણી નિરીક્ષકો,શ્રેષ્ઠ શિક્ષકોના પરિવારજનો,શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.