— કડી તાલુકાના વડાવી ગામે બે દિવસ અગાઉ નજીવી બાબતમાં હત્યા થઇ હતી :
— પ્રેમ પ્રકરણને લઇને હત્યા કરાવી હતી :
— બાવલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી :
ગરવી તાકાત મહેસાણા : કડી તાલુકાના વડાવી ગામે બે દિવસ અગાઉ નજીવી બાબતમાં ત્રણ ઇસમો દ્વારા હત્યા કરાઈ હતી વડાવી ગામે રહેતા રમેશજી ઠાકોર ના પુત્રને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધો ચાલતાં હતાં જે બાબતે યુવતીના પિતા સહિત અન્ય ઈસમો દ્વારા સોમવારની સવારે વડાવલી ગામના રમેશજી ઠાકોર ની તિક્ષણ હથિયારો મારી ને હત્યા કરી દેતા બાવલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
કડી તાલુકાના વડાવી ગામે રહેતા રમેશજી ઠાકોરના પુત્ર રાહુલને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતા જે બાબતે યુવતીના પરિવારજનોએ અંગત અદાવત રાખીને સોમવારે સવારે રમેશજી ઠાકોર યુવતીના ઘર પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે યુવતીના પરિવારજનો જ્યંતીજી ઠાકોરે રમેશજીને કહ્યુ કે તું તારા પુત્ર રાહુલને અમારી દિકરી સાથે પ્રેમ સંબંધ તોડવાનું કેમ કહેતો નથી એવું કહીને જયતીજી ઠાકોર સહિતના ત્રણ ઈસમોએ તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો રમેશજી ઠાકોરને છાતીના ભાગે છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખી હતી જ્યારે ઘટનાની જાણ બાવળા પોલીસને થતા બાવલુ પોલીસે ત્રણ ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી
— બાવલુ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો :
કડી તાલુકાના વડાવી ગામે નજીવી બાબતમાં એક ઈસમની સોમવારે હત્યા કરી નાખતા બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જે બાબતે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનના PSI એમ. એન રાઠોડને આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને PSI એમ. એન રાઠોડ તેમજ રાજુભાઇ, દિલીપભાઇ,ધવલસિંહ,પરેશકુમાર સહિતનો પોલીસ સ્ટાફ અલગ અલગ દિશામાં કામ કરી રહ્યો હતો જે દરમ્યાન પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે વડાવી ગામે થયેલ હત્યા ના આરોપીઓ કડીના વડાવી સીમ ના ખેતર મા છે જેના આધારે પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવીને ઉભા હતા તે દરમ્યાન કડી વડાવી ના ખેતર માથી ઠાકોર લક્ષ્મણજી ફુલાજી, ઠાકોર જયંતીજી ફુલાજી,કીશનજી પોપટજી ઠાકોર એમ ત્રણ આરોપીઓને ઝડપ્યા હતા અને હત્યામાં વપરાયેલ તિક્ષણ હથિયારનો પણ કબ્જો મેળવીને બાવલુ પોલીસે ત્રણેય ઈસમોને જેલના હવાલે કર્યા હતા.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી