— મહેસાણા દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ઘર્ષણ :
— મોઘજીભાઈને સાધારણ સભામાં પ્રવેશ કરતાં અટકાવતા ભારે બબાલ :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળવા જઇ રહી હતી. સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ભારે બબાલ થઇ હતી. મંગળવારે દૂધસાગર ડેરી ખાતે યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થયો હોવાનું જાણવા મળી રહ્યું હતો. આજે દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. ત્યારે સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાધારણ સભામાં પ્રવેશ મામલે ભારે ઘર્ષણ થયું હોવાની માહિતી મળી હતી.
— વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીના સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ :
આ ઘર્ષણમાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈને ઇજા પહોંચી છે. તેના સિવાય મોંઘજીભાઈ, તેમના પુત્ર અને ભાણા પર હુમલો કરાયો છે. બીજી બાજુ ટોળાને વિખેરવા મોંઘજીભાઈના પુત્રએ હવામાં ફાયરિંગ કર્યું હતું . બીજી તરફ સભા પૂર્વે ડેરી સંકુલ બહાર વિપુલ ચૌધરીના સમર્થકો પર અશોક ચૌધરીના સમર્થકોએ કરેલા હુમલામાં ઘાયલ થનાર લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. દૂધસાગર ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા મળનારી છે, ત્યારે ભ્રષ્ટાચાર બહાર લાવવા મામલે હુમલો કરાયો હોવાનું મોંઘજીભાઈ જણાવ્યું હતું.
— દૂધસાગર ડેરીના પૂર્વ ઉપપ્રમુખ મોંઘજી દેસાઈ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા :
દૂધસાગર ડેરીના પૂર્વ ઉપપ્રમુખ મોંઘજી દેસાઈએ જણાવ્યું હતું કે, ડેરી દ્વારા 50 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર પાવડર પ્લાન્ટના નિર્માણ અંગે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે શંકા વ્યક્ત કરી કે ડેરીમાં 150 મેટ્રિક ટનની ક્ષમતાવાળા છ પાઉડર પ્લાન્ટ હોવા છતાં નવો પ્લાન્ટ કેમ ઊભો કરવામાં આવી રહ્યો છે. તેમણે દૂધ ઉત્પાદકો પર આરોપ લગાવ્યો કે જો પાઉડર પ્લાન્ટ તેની ઉત્પાદન ક્ષમતાના 40 ટકા વેચાણ કરે તો તેમની મહેનતના પૈસા વેડફાય છે.
સિક્યુરીટી ગાર્ડ જેને ગોળી વાગી છે તે જોખમથી બહાર છે અને એક હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. કથિત રીતે ગોળી ચલાવનાર હર્ષદની સારવાર પણ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હોવાનું જીલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.
— આ એક પૂર્વ આયોજિત કાવતરું: વિપુલ ચૌધરી :
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી મોઘજી ચૌધરીના ખબર-અંતર પૂછવા આવ્યા હતા. એ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, આ એક પૂર્વ આયોજિત કાવતરું છે જેનુ અગાઉથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં અલગ અલગ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
— હત્યા કરવાનો ઇરાદો હતો: વિપુલ ચૌધરી :
વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ હુમલો અશોક ચૌધરીના ઈશારે કરવામાં આવ્યો છે. મળતીયા લોકોને કાયદેસર રીતે ભેગા કરી આ હુમલો કરાયો છે. જેની અમે ટીકા કરીએ છીએ. આવી હિંસા પ્રોત્સાહન ભૂતકાળમાં આ સરકાર હોઈ આ બધાને લોકશાહીના ખંડનમાં, દમનમાં અને તાનાશહીમાં જે મળ્યું છે એના કારણે આટલી હિંમત થઈ છે.
આજની સભામાં મોઘજીભાઈ અગાઉના મુદ્દે કોઈ ચર્ચા ના કરે એ માટે આ ખૂની હુમલો કરવામાં આવ્યો છે. અમે આના સામે સંઘર્ષ કરીશુ. આ સમગ્ર મામલો મોઘજીભાઈનું ખુન કરવાનો હતો. જે ડેરીના હાલના ચેરમેન દ્વારા અગાઉ પ્લાન કરવામાં આવ્યો હતો.
મહેસાણા દૂધસાગર ડેરી ઘર્ષણ મામલો ડેરી ના સિક્યુરિટી હેડ જયંતિ ચૌધરી એ નોંધાવી ફરીયાદ જયંતિ ચૌધરી ને પેટ ના ભાગે વાગી છે ગોળી ડેરી ના મુખ્ય ગેટ ઉપર ફાયરીંગ થયું હતું હત્યા ના પ્રયાસ ની નોંધાઈ ફરીયાદ પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી સામે નોંધાઈ ફરીયાદ પુત્ર હર્ષદ ચૌધરી અને ભાણા પિયુષ સામે પણ ફરીયાદ મહેસાણા શહેર બી.ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ