હત્યાની કોશિશ -ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ભાસરીયાથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ
સાબરમતી જેલમાંથી વચગાળાની જામીન પર છૂટેલો ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો
સાબરમતી જેલમાંથી વચગાળાની જામીન મેળવી બહાર આવ્યાં બાદ હાજર થયો ન હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 03 – મહેસાણા બી.ડિવીઝનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ હત્યાની કોશિશ તેમજ ગુજસીટોકના ગુનામાં સાબરમતી જેલમાં રહેલો આરોપી વચગાળાની જામન લઇને બહાર આવ્યાં બાદ છેલ્લા ચાર માસથી જેલમાં હાજર ન થઇ નાસતો ફરતો હતો જેને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે બાતમીના આધારે ભાસરીયા ગામેથી દબોચી લીધો હતો. 
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીની સૂચના મુજબ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે.પી.રાવના નેતૃત્વ હેઠળ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના એએસઆઇ કિરીટકુમાર તથા પીસી જાેરાજી કડવાજીને સંયુક્ત બાતમી મળી હતી કે, મહેસાણા બી.ડિવીઝનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખુનની કોશિશ તેમજ ગુજસીટોકના ગુનામં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો આરોપી સાબરમતી જેલ અમદાવાદથી વચગાળાની જામીન પર બહાર આવી છેલ્લા ચાર માસથી જેલમાંથી ફરાર થયેલ મનીષ ઉર્ફે ભુરિયો કાંતિલાલ પરમાર રહે. ભાસરીયા વણકરવાસવાળો હાલમાં ભાસરીયા ગામે પોતાના ઘરે હોવાની બાતમી આપી હતી. જે બાતમી મુજબ પીએસઆઇ એ..એન.દેસાઇ, એએસઆઇ કિરીટકુમાર, તથા મુકેેશભાઇ તથા જાેરાજીની ટીમ ભાસરીયા ગામે પહોંચી તેના ઘરેથી નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો હતો અને સાબરમતી જેલ અમદાવાદ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.


