ગરવી તાકાત થરાદ : પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ના મહિલા કાઉન્સિલર રેખાબેન પરમારે થરાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એએસપી પૂજા યાદવ ની મુલાકાત કરેલ જેમાં સેન્ટર પર આવેલ કુલ કેસ તેમજ કેટલા કેસનું સમાધાન થયેલ છે તે બાબતની ચર્ચા કરેલ ત્યાર પછી 498 કલમ ના કેસનું કાઉન્સિલિંગ કર્યા પછી જ આગળની કાર્યવાહી માટે એ.એસ.પી સાહેબ સાથે ચર્ચા કરેલ જેના કારણે ખોટા ગુના દાખલ ન થાય તેમજ કાઉન્સિલિંગ કરતા સમાધાન થઈ શકે
તેમ જણાવેલ તેમજ વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશન માં આવતા ઘરેલુ હિંસા ના કેસ બાબતે ચર્ચા કરેલ જેમાં એ.એસ.પી સાહેબે જણાવેલ કે જેટલા પણ લાગતા ડિવિઝન છે તેઓને અહીંથી જાણ કરી ને જણાવી દઈશું જેથી કરીને વધુમાં વધુ કેસોનો કાઉન્સેલિંગ થઈ શકે તેવુ જણાવેલ હતું અને મહિલાઓ નીડર બને તેમજ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા માટે પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર ના મહિલા કાઉન્સિલર રેખાબેન પરમારે જણાવ્યું હતું..
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ