થરા પોલીસ ને મળી સફળતા : થરા શહેર માંથી ખેડૂતના બાઇક પર થી 5 લાખ ની ચિલ ઝડપ કરનાર 3 ઝડપાયા

June 25, 2022

— ખેડૂતે ફરિયાદ આપતા પોલીસે ગણતરી ના દિવસો માં આરોપી ને દબોચી લીધા : 

ગરવી તાકાત કાંકરેજ :  કાંકરેજ તાલુકા ના થરા શહેર માંથી થોડા સમય અગાઉ ખેડૂત ના બાઇક પર રોકડ રકમ ભરેલ થેલી ને ઝૂંટ્વી ને ફરાર થઇ જનાર ત્રણ ઈસમો ને ઝડપી બનાવ નો ભેદ ઉકેલી દીધો છે
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકા ના સુદ્રોસણ ગામે રહેતા વજાભાઈ ભેમાભાઈ ભરવાડ તારીખ 16-06-2022 ના રોજ થરા બેંક ઓફ બરોડા માંથી 5 લાખ રૂપિયા ની રકમ ઉપાડી એ પી એમ સી તરફ બાઇક પર જતાં હતાં તે સમય ત્રણ ઈસમો એ બાઇક પર મૂકેલ રોકડ રકમ ની થેલી ઝૂંટવી ફરાર થઇ ગયા હતા
જે અંગે ખેડૂતે થરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુન્હા ને ડિટેન કરવા ટિમ બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં થરા પી એસ આઈ પી એન જાડેજા તથા તેમની ટીમે શંકાસ્પદ(1) સની કાળુ કોળી (2) શિવા કાળુ કોળી (3) મંગળ લક્ષમણ કોળી ત્રણે રહે માનસરોવર ફાટક તારા નગર પાલનપુર ને ઝડપી સઘન પૂછ પરછ કરતા
થરા એપિ એમ સી નાળા  પાસે 5 લાખ ની ચિલ ઝડપ કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં પોલીસે ત્રણે આરોપી પાસે થી 4,81,500 નો મુરદા માલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે જેમાં આ આરોપી ઓ અગાઉ પણ કોઈ ગુન્હા માં સંડોવાયેલ છે કે કેમ તે દિશા માં પોલીસે તપાસ હાથ ધરી છે જો કે થરા પોલીસે ચિલ ઝડપ કરનાર આરોપી ને ઝડપી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા છે.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ 
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0