વડગામના સમશેરપુરા ગામમાં ચંદનચોર ટોળકીનો આતંક : ખેડૂતોએ વાવેલા ૧૩ ચંદનના વૃક્ષો ચોર‍ાયા

May 24, 2022

— ૧૩ ચંદનના વૃક્ષોની ચોરી કરી અને ૧૮ વૃક્ષો કાપી નુકશાન કરી તસ્કરો ફરાર થતા ફરિયાદ નોંધાઈ :

ગરવી તાકાત પાલનપુર : વડગામના સમશેરપુરા ગામમાં ચંદનચોર ટોળકી ૧૩ ચંદનના વૃક્ષોની ચોરી કરી ૧૮ વૃક્ષો કાપીને તરખાટ મચાવી ફરાર થઈ જતાં ખેડૂતોએ ચંદનના વૃક્ષોની ચોરી મામલે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે
ઉત્તર ગુજરાતમાં ચંદનના વૃક્ષોની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. ઇડર સહિતના પંથકમાં ચંદનના વૃક્ષોની ચોરી થયા બાદ હવે બનાસકાંઠાના વડગામના સમશેરપુરા ગામે ચંદન ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે.
રાત્રીના સમયે સમશેરપુરા ગામના ૬ ખેડૂતોના ખેતરમાં ઉભેલા ૨૫ વર્ષ જુના ચંદનના ૧૩ વૃક્ષોના થડ આશરે ૧૦ થી ૧૨ ફૂટ લંબાઈના કટિંગ કરી તેની ચોરી કરી તેમજ ૧૮ વૃક્ષોને કાપીને નુકશાન પહોંચાડી ચંદન ચોર તસ્કરો ફરાર થઈ ગયા છે.
જેને લઈને ખેડૂતોને ૨૫ લાખ રૂપિયાનું મસમોટું નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ખેડૂતોએ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ખેડૂતોનું કહેવું છે કે અમે અમારા ખેતરોમાં ૨૫ વર્ષ પહેલાં ચંદનના છોડનું વાવેતર કર્યું હતું.
જે છોડ હાલ મોટા વૃક્ષો બની ગયા હતા જે તમામ વૃક્ષોનું અમે અમારા બાળકની જેમ જતન કર્યું હતું પણ કોઈ અજાણ્યા તસ્કરોએ આ વૃક્ષોને કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા છે. જેથી અમને મોટું નુકસાન થયું છે અમારી માંગ છે કે પોલીસ આ ચંદન ચોર ટોળકીને ઝડપી પાડે અને તેઓને વળતર ચૂકવાય તેવી માંગ કરી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0