વડોદરાના ડેસરમાં બુટલેગર નવઘણ ભરવાડનો આતંક : જુગાર ધામ પર નકલી પોલીસ બનીને દરોડા પાડ્યા

August 9, 2022

— વડોદરાના ડેસરમાં 1 બુટલેગરે નકલી પોલીસ બનીને એવી નૌટંકી કરી કે, 1 યુવકનું મોત નિપજ્યુ ??

— નકલી પોલીસને ભાગીને 3 યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ, જેમાં 1 યુવકનું મોત ??

ગરવી તાકાત વડોદરા : વડોદરાના ડેસરમાં એક બુટલેગરે નકલી પોલીસ બનીને એવી નૌટંકી કરી કે, એક યુવકનું મોત નિપજ્યુ. નકલી પોલીસને ભાગીને 3 યુવકોએ નદીમાં ઝંપલાવ્યુ, જેમાં 1 યુવકનું મોત નિપજ્યુ. ડેસરમાં કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની જુગારધામ પર દરોડો પાડ્યો હતો. ( તસવીરમાં – બુટલેગર નવઘણ ભરવાડ )

તે પોતાની ગેંગને લઈને ઉદલપુર ખાતેની કવોરી પાછળની માઈન્સ પાસે કેટલાક ઈસમો જુગાર રમતા ત્યાં પહોંચ્યો હતો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી. તેણે પોલીસની જેમ જુગારધામ પર રેડ પાડી. બુટલેગર નવધણ ભરવાડે નકલી પોલીસ બની રેડ પાડતાં નાસભાગ મચી હતી. જેથી ભારે અફરાતરફી મચી ગઈ. જુગાર રમાનારાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં જુગાર રમનારા 3 શખ્સો પોલીસની રેડ પડી સમજી ડરીને કૂણુ નદીમાં ખાણના ઊંડા પાણીમાં કૂદી ગયા હતા.

અયાનમહમદ મકરાણી, નિતેશ રાજગોર અને અન્ય એક યુવક ઊંડા પાણીમાં કૂદી ગયા હતા, જેમાં અયાનમહમદ મકરાણીનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નિપજ્યું છે. ત્યારે 2 દિવસની જહેમત બાદ વડોદરા ફાયર ફાઇટર ટીમે તેનો મૃતદેહ શોધી કાઢ્યો. ડેસર પોલીસ સ્ટેશનમાં બુટલેગર નવધણ ભરવાડ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. જોકે, કુખ્યાત બુટલેગર નવધણ ભરવાડનો ડેસર પોલીસ સાથે ઘરોબો હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0