બિહાર વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મામલો ગરમાયો છે. આ મુદ્દે હવે મોટી રાજનીતિ શરુ થઈ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી ધારાસભ્ય તેજસ્વી યાદવે સીએમ નીતિશ કુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે કહ્યું કે વિધાનસભા પરિસરમાં દારુની ખાલી બોટલો મળતા મુખ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જાેઈએ.
તેજસ્વી યાદવે લખ્યું કે કડક સુરક્ષાની વચ્ચે ચાલુ વિધાનસભામાં દારુની બોટલો મળે છે તો પછી બાકીના બિહારની કલ્પના કરો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ હવે રાજીનામું આપી દેવું જાેઈએ. તેમણે કહ્યું કે આ ઘણો ગંભીર મામલો છે. આખા બિહારમાં દારુ મળી રહ્યો છે રાજ્યમાં સંપૂર્ણ દારુબંધી હોવી જાેઈએ. તેજસ્વીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સીએેમ નીતિશે હવે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી.
બિહાર વિધાનસભાના શિયાળુ સત્રનો આજે બીજાે દિવસ છે. પરંતુ ગૃહની કાર્યવાહી શરુ થતા પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. દારુબંધીના મુદ્દે વિધાનસભામાં બે ધારાસભ્યો બાખડ્યાં હતા. આરજેડી ધારાસભ્ય ભાઈ વિરેન્દ્ર અને ભાજપ ધારાસભ્ય સંજય સરાગવીની વચ્ચે જાેરદાર ચડસાચડસી થઈ હતી.
(ન્યુઝ એજન્સી)