— સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો રાજ્યભરના શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન કરશે :
ગરવી તાકાત પાટણ : ગુજરાત રાજ્યના શિક્ષકો જૂની પેન્શન યોજના પૂર્ણ લાગુ કરવા માટે સરકાર સામે તેમની માંગણી મૂકી રહ્યા છે.તો આજે શૈક્ષણિક મહાસંઘ ના નેજા હેઠળ પાટણ જિલ્લાના ૯ તાલુકા ના શિક્ષકોએ જિલ્લા કક્ષાએ ધરણાં તેમજ આંદોલન કરી પોતાનો વિરોધ સરકાર સામે નોંધાવ્યો.
આ રેલીમાં ૧૫ જેટલા કર્મચારીઓ ના સંગઠનો જોડાયા હતા.શિક્ષકો પાટણ મા આવેલા આનંદ સરોવર પાસે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.શિક્ષકોએ રેલી કાઢી ને કલેકટરને આવેદનપત્ર આપવા માટે સુભાષ ચોક થઇને યુનિવર્સિટી રોડ પર આવેલા સિંધવાઇ માતા ના મંદિર 15 મિનિટ રામધૂન બોલાવી અને કલેક્ટ
રને આવેદનપત્ર આપ્યું હતું.

રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે કર્મચારીઓને અન્યાય થશે તો સહન નહી કરીએ અમારી માંગણી અમલમાં ન મુકાય તો અમે 1 મે ગુજરાત ના સ્થાપના દિને કર્મચારીઓ ગાંધીનગરમાં પોતાના ધામા નાખશે.જેથી જૂની પેન્શન યોજના અમલમાં મૂકો અને અમારી માગણી પૂરી કરો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ સરસ્વતી પાટણ