દાંતીવાડા તા.પંચાયતમાં ટીડીઓ દ્વારા તલાટીઓને હેરાનગતિના આક્ષેપ સહ તલાટીઓ આવતી કાલથી હડતાલ પર

June 25, 2022

— તલાટીના ઇજાફા અટકાવવા અને મિટિંગમાં લેટ પહોંચતા ઇજાફા કાપવા સહિતની હેરાનગતિ થતી હોવાની રાવ :

ગરવી તાકાત પાલનપુર :  દાંતીવાડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રીઓને ઇજાફો અટકાવવા અને મિટિંગમાં લેટ પહોંચવા પર નોટિસો આપી ઇજાફા કાપવા સહિતની હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા હડતાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓને થતી હેરાનગતિ બાબતે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં જણાવ્યું છે કે તલાટી કમ મંત્રી દ્વારા ૩૩ ટકા પંચાયત વેરાની વસુલાત કરવામાં આવી હોવા છતાં તેને ૬ માસ માટે અટકાવી દેવામાં આવ્યો હોવાનું અને માત્ર ૧૫ મીનીટ મિટિંગમાં લેટ પહોંચવા પર નોટીસ પાઠવી અને નોટિસનો ખુલાસો લેટ કરવા બદલ ઈજાફો કાપી દઇ હેરાનગતિ કરાતી હોવાના પણ આક્ષેપ કરાયા છે.
અને બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તમામ તલાટીઓ આગામી ૨૭ જૂનથી  ટીડીઓ સામે શિક્ષાત્મક પગલાં ન લેવાય ત્યાં સુધી હડતાલ ઉપર જશે તેવી ચીમકી આપવામાં આવી છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0