વિસનગરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન: પાલિકા અને એસટી ડેપોના સંયુક્ત ઉપક્રમે સફાઈ ઝુંબેશ

October 1, 2026

વિસનગર એસટી ડેપો પરિસરમાં પાલિકા પ્રમુખ અને અધિકારીઓએ જાતે સફાઈ કરી: મુસાફરોમાં જાગૃતિ માટે શેરી નાટક ભજવાયું

વિસનગરથી સાણંદ રૂટની નવી એસટી બસનું પૂજન કરી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું

ગરવી તાકાત ઃ 1-10-2026

વિસનગર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા 2026’ ઝુંબેશ અંતર્ગત વિસનગર એસટી ડેપો ખાતે વિશેષ સફાઈ અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘એક દિન – એક કલાક – એક સાથી’ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર સ્થળોને સ્વચ્છ અને સુંદર બનાવવાની સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાનો હતો.

આ સફાઈ ઝુંબેશમાં નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, એસટી ડેપો મેનેજર એચ.એસ. ઝાલા સહિત સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. સૌ પદાધિકારીઓ અને કર્મચારીઓએ હાથમાં સાવરણા પકડી ડેપો પરિસરમાં જાતે સફાઈ શ્રમદાન કરીને નાગરિકો સમક્ષ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં ગંદકી ન કરવા બાબતે જાગૃતિ લાવવા માટે એક પ્રભાવશાળી શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકના માધ્યમથી કચરો હંમેશા કચરાપેટીમાં જ ફેંકવા તેમજ જાહેર મિલકતોની જાળવણી અને સ્વચ્છતા રાખવાનો લોકહિત સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે વિસનગરથી સાણંદ તરફ જતા મુસાફરોની સુવિધા માટે ફાળવવામાં આવેલી નવી એસટી બસનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ આ નવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી દૈનિક મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0