અપરાધીઓના શા માટે ચૂંટણી લડતાં અટકાવવા નહી કેન્દ્ર અને ચૂંટણીપંચ પાસે જવાબ માંગતી સુપ્રિમ કોર્ટ

February 25, 2023

નવી દિલ્હી તા. 25 – દેશમાં રાજકારણનું અપરાધીકરણ અટકાવવાના સુપ્રીમ કોર્ટના પ્રયાસો છતાં ચૂંટણીપંચ અને કેન્દ્ર સરકારની ઢીલી નીતિથી નારાજ સર્વોચ્ચ અદાલતે ફરી એક વખત જેઓ પર ગંભીર ગુન્હાએ ચાર્જશીટ થયું છે તેને ચૂંટણી લડતા કેમ અટકાવવા નહી તે મુદે તાત્કાલીક સોગંદનામુ દાખલ કરતા ચૂંટણીપંચ તથા કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેને નિરીક્ષણમાં જણાવ્યું હતું કે ભારતમાં સામાન્ય લોકો ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે અને તમામ સ્તરે જવાબદેહી નિશ્ર્ચિત કરવાની જરૂર છે અને તેથીજ અપરાધી મામલામાં જેઓ સામે ટ્રાયલકોર્ટ ચાર્જશીટ મુકયું છે તેને ચૂંટણી લડતા રોકવા જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ ટીપ્પણી કરી કે ભારતે વાસ્તવમાં તે બનવાનું છે જેના માટે તે પ્રયાસ કરે છે તો પછી આપણે મુળ-મુલ્યો-નૈતિકતા પર પાછુ ફરવુ પડશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફ તથા બી.વી.નાગરત્ન ની ખંડપીઠે કહ્યું કે તેઓ કોઈપણ સરકારી ઓફિસમાં જાય.

તમો ખરાબ અનુભવ વગર બહાર આવશો નહી. સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં દેશના એક સમયના જાણીતા કાયદામાંથી નાની પાલખીવાળા અને તેમના પુસ્તક ‘વી ધ પીપલ’ ને યાદ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ધરાશાયી અશ્ર્વીની ઉપાધ્યાયે દાખલ કરેલી જાહેર હિતની અરજીમાં જણાવ્યું કે ગંભીર અપરાધમાં સામેલ તથા જેઓ પર ચાર્જશીટ મુકાયા છે. તેઓને સરકારમાં પટાવાળાની નોકરી મળે નહી. આ વ્યક્તિ મંત્રી બની જાય છે. અપહરણ વસુલી હત્યા જેવા અપરાધોમાં સામેલ પર ગમે તેટલા અપરાધોની ફરિયાદ દાખલ થઈ હોય પણ ચૂંટણી લડતા રોકાતા નથી.

જો કે ન્યાયમૂર્તિ શ્રી જોસેફે લોકશાહીના નામે જે થઈ રહ્યું છે તેના પર કોઈ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો અને એ જોવાનું કામ સંસદ-સરકારનું છે તેવું જણાવીને ઉમેર્યુ કે સરકાર અને ચૂંટણીપંચ પાસેથી અમો લાંબા સમયથી જવાબની રાહ જોઈએ છીએ. હવે આ મુદે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0