ગરવી તાકાત સુઈગામ : સુઈગામ પોલીસે ભરડવા ગામમાંથી સોલાર પ્લેટોની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો પોલીસે ચોરીમાં ગયેલા રૂ. 7.15 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા રવિવારે સુઈગામ તાલુકાના ભરડવા ગામની સીમમાં આવેલી એક સોલાર કંપનીમાંથી અજાણ્યા ઈસમોએ સોલાર પ્લેટોની ચોરી કરી આ અંગે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.

ગુનો નોંધાયા બાદ સુઈગામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભરડવા ગામમાં વોચ અને પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન સુઈગામ-ભાભર ત્રણ રસ્તા પાસે એક ટ્રેક્ટરમાં બે ઈસમો ટ્રેક્ટર સાથે જોડેલી રેકડીમાં સોલાર પ્લેટો ભરીને આવતા જોવા મળ્યા પોલીસે તેમને રોકાવી ટ્રેક્ટરમાં ભરેલી સોલાર પ્લેટો અંગે પૂછપરછ કરતા, તેઓએ ભરડવા સોલાર પ્લાન્ટમાંથી પ્લેટોની ચોરી કરી રણમાં સંતાડી રાખી હોવાનું કબૂલ્યું પોલીસે તાત્કાલિક બંનેને કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
![]()
ઝડપાયેલા આરોપીઓમાં રાજપુરા (દુધવા) ગામના વિક્રમભાઈ રાંમાભાઈ ઠાકોર (ઉ.વ. 25) અને ખરડોલ ગામના પ્રકાશભાઈ ગોવિંદરામ આશલ (ઉ.વ. 31) નો સમાવેશ થાય પોલીસે તેમની પાસેથી ૨૪ સોલાર પ્લેટો (કિંમત રૂ. 3,65,000/-) અને એક મેસી ટ્રેક્ટર રેકડી સહિત (કિંમત રૂ. 3,50,000/-) મળી કુલ રૂ. 7,15,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા.


