વડગામની કેશરબા જાડેજા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝળક્યા – ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા

October 27, 2021

વિદ્યાર્થીઓના કોચ પણ રીલે દોડમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યુ.

  
વડગામની કેશરબા જાડેજા વિદ્યાસંકુલના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા હિમતનગર સાબર સ્ટેડીયમ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર શાળાનું નામ રોશન કર્યું છે. 
Vadgaam kesharba (1)
રીપોર્ટ – જયંતી મેતીયા

હિમતનગર સાબર સ્ટેડીયમ ખાતે ઓપન ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ ખાતે આવેલી કેશરબા જાડેજા વિદ્યાસંકુલ ના બે વિદ્યાર્થીઓ જેમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા સોલંકી કરણકુમાર કરશનભાઈ જે 400 મીટર હડલ્સમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે પ્રજાપતિ દિપકુમાર દિનેશભાઈએ ગોળા ફેંકમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત નાનોસણા ગામના પટણી રવિન્દ્ર પૂનમભાઈ નામના વિદ્યાર્થીએ ત્રિપલ જંપમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિવાય ઉપરોકત વિદ્યાર્થીઓના કોચ અને વ્યાયામ શિક્ષક વિશાલભાઈ મેતિયા પણ 100 બાય 400 રીલે દોડમાં પ્રથમ નંબર મેળવતા શાળાના પ્રમુખ અને સમગ્ર સ્ટાફ દ્વારા આ બંને વિદ્યાર્થીઓ તથા તેમના કોચને શાળા પરિવારનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0