ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગના વિદ્યાર્થીઓ હેલી પટેલ અને મયુર પટેલે ( First Edition of Samsung Solve for Tomorrow in India ) સ્પર્ધામાં સમગ્ર ભારતમાં ટોપ-50માં પસંદગી પામેલ છે અને રૂ. 1,00,000/-નું ઈનામ સ્ટડી વાઉચર તરીકે પ્રાપ્ત કરેલ છે. આ સ્પર્ધાનું આયોજન IIT Delhi ખાતે કરવામાં આવેલ હતું
જ્યાં વિદ્યાર્થીઓએ પોતાનું ઈનોવેટીવ સોલ્યુશન પ્રસ્તુત કરેલ. આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓએ વિભાગના અધ્યાપક શ્રી મેહુલ પટેલ, વિભાગના વડા ડૉ. કિરીટ મોદી તથા સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. સંતોષ શાહનો આભાર વ્યક્ત કર્યો. આ વિદ્યાર્થીઓના સફળ પ્રસ્તુતિકરણ માટે જરૂરી માર્ગદર્શન ડૉ. ડી. જે. શાહ (પ્રોવોસ્ટ, SPU) તથા શ્રી પ્રકાશભાઈ પટેલ (પ્રેસીડેન્ટ, SPU) એ પુરું પાડ્યું હતું.