બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની સામે સરકાર ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવશે
ભારતથી ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકા વગેરે દેશોમાં મોકલવામાં આવતી દવાઓ નબળી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું
નવી દિલ્હી તા. 12- ભારત ની દવાઓની વૈશ્વિક તપાસના વધારા વચ્ચે, કેન્દ્ર સરકારે મંગળવારે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 ની સૂચિ-ખ, તમામ નાના અને મધ્યમ દવા ઉત્પાદકો માટે તબક્કાવાર રીતે ફરજિયાત બનાવવા નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSMEs) દવાઓનું ઉત્પાદન કરતા લોકોને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેકિટસ (GMP) તરફ આગળ વધવા જણાવ્યું હતું.
“આ ગુણવત્તા ખાતરીમાં મદદ કરશે તેમજ અનુપાલન બોજ ઘટાડવામાં મદદ કરશે,” ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 નું શેડ્યૂલ-ખ ભારતના ડ્રગ ઉત્પાદન એકમોની શ્રેષ્ઠ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંબંધિત છે. ભારતમાં ઉત્પાદિત દવાઓની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં MSME માટે દવાઓની ગુણવત્તા અંગે જાગૃત હોવું જરૂરી છે. અને સ્વ-નિયમન દ્વારા GMP તરફ ઝડપથી આગળ વધશે.
મંગળવારે દિલ્હીમાં આયોજિત ડ્રગ મેન્યુફેક્ચરિંગ MSME કંપનીઓની બેઠકમાં તેમણે કહ્યું કે, “નકલી દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આરોગ્ય મંત્રાલયે કહ્યું કે જે કંપનીઓ ગુણવત્તાના ધોરણોનું પાલન કરતી નથી અને બનાવટી દવાઓનું ઉત્પાદન કરતી કંપની પ્રત્યે સરકાર ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. દવાનું ઉત્પાદન કરતી કંપનીઓની તપાસ માટે સ્પેશિયલ સ્કવોડની રચના કરવામાં આવી છે અને કોઈપણ ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
દેશમાં 10,000 થી વધુ ફાર્માસ્યુટિકલ એકમો પૈકી, ગુણવત્તાના ધોરણોનું પાલન ન કરતા ફાર્માસ્યુટિકલ એકમો ખૂબ જ ઓછા છે. ભારતનો ડોમેસ્ટિક ફાર્માસ્યુટિકલ બિઝનેસ 18 લાખ કરોડ રૂપિયાનો છે. ભારતથી ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને શ્રીલંકા વગેરે દેશોમાં મોકલવામાં આવતી દવાઓ નબળી ગુણવત્તાની હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે નિકાસ કરતા પહેલા કફ સિરપની સરકારી લેબમાં ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવ્યું છે.