સરદારનગરમાં મુંગડાના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો…

May 5, 2025

ગરવી તાકાત અમદાવાદ : સરદારનગરમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી નવ લોકોને ઝડપી લીધા. પોલીસને જોઈ જુગાર રમવા આવેલા 20થી વધુ લોકો ભાગી ગયા. સરદારનગર પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે મુંગડાનો જુગારનો અડ્ડો બંધ ન કરાવતા સ્થાનિક રહીશોએ ગાંધીનગર જઈ ફરિયાદ કરતા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો.

સરદારનગર રેલવે સ્ટેશનની બાજુની ખુલ્લી જગ્યામાં હર્ષદ ઉર્ફે મુંગડાનો જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જોકે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાં 30થી વધારે લોકો જુગાર રમવા આવ્યા હતા, પરંતુ પોલીસને જોઈ નાસભાગ થતા 20 કરતાં પણ વધારે માણસો ત્યાંથી ભાગી ગયા. જ્યારે પોલીસે સ્થળ પરથી 9ને ઝડપી લીધા હતા.

ધરપકડ કરાયેલા લોકોમાં મુંગડાના જુગારના અડ્ડાનો તૈયબ ઘાંચી, હિસાબ રાખનારો અહેજાજહુસેન મલેક, દેવેન્દર ચંદવાણી તેમ જ જુગાર રમવા આવેલા 5 લોકોનો સમાવેશ થાય છે. આ જુગારના અડ્ડા પરથી રોકડા રૂ.45,600, 8 ફોન, 2 વાહન મળીને કુલ રૂ.5.38 લાખની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે જુગારના અડ્ડાનો સંચાલક મુંગડો તેમ જ તેના ભાગીદાર સહિતના માણસો હાજર નહીં હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.આ ઉપરાંત ભાગી ગયેલા લોકોમાંથી એકનું વાહન અને બેના ફોન પણ પોલીસને મળ્યા છે.

આ સમયગાળામાં ત્યાં જુગાર રમવા આવતા 25થી 30 લોકો સતત હાજર રહેતા હતા. બીજી તરફ સરદારનગર પીઆઈ અને વહીવટદારની સાઠગાંઠની તપાસ પણ શરૂ કરાઈ છે. મુંગડો આ વિસ્તારમાં વર્ષોથી દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચલાવે છે. તેની વિરુદ્ધ એક ડઝન કરતાં પણ વધારે કેસ થયેલા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0