ધો.10-12 બોર્ડની પરીક્ષા તડામાર તૈયારી, બંધ કવરમાં જરૂરી સાહિત્ય સેન્ટરે રવાના!

March 10, 2023
ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ
પરીક્ષાને લગતા સાહિત્ય દરેક જિલ્લાના તમામ સેન્ટર પર સમયસર પહોંચાડવા બોર્ડ દ્વારા તૈયારી 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 10 – માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.  ત્યારે પરીક્ષાને લગતા સાહિત્ય જિલ્લાના તમામ સેન્ટર પર સમયસર પહોંચી શકે તે માટેની બોર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર મામલે પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14મી માર્ચથી શરૂ થઈ રહી છે.ત્યારે આ પરિક્ષા માટે સાહિત્ય રવાના કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા 4 ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સિલ બંધ કવરની અંદર, સરકારી વાહન, ગાર્ડની સાથે તમામ સાહિત્ય પહોંચાડવા માટે રવાના કરવામાં આવ્યું છે. સારી રીતે વ્યવસ્થા થાય અને દરેક જિલ્લાને સમયસર સાહિત્ય મળી રહે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઈ પણ સેન્ટર પર કોઈ મુશ્કેલી ઉભી ન થાય.  ત્યારે પરીક્ષા સબંધિત પૂર્વ તૈયારીઓ જેવી કે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા ઉભી કરવામાં આવી છે.આ સાથે જ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી છે.તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0