– લો બોલો વડનગર શમિષ્ટા તળાવે સુપરવાયજર નું ચાલે રાજ ‘ અધિકારી ને પણ સલામ મારવી પડે :
ગરવી તાકાત મહેસાણા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન અને વિશ્વ પ્રખ્યાત વડનગર શહેરના શર્મિષ્ઠા તળાવ ખાતે આવેલા થીમ પાર્કમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો નમન તૂંડ સ્વભાવ ધરા
વતો હોઇ અહીં આવતા પ્રવાસીઓ સાથે અવાર નવાર તેને તું તું મેં મેં થઇ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
તાજેતરમાં જ કહેવાય છે કે સ્થાનિક અખબારના એક પત્રકાર શર્મિષ્ઠા તળાવની શોભા હણી લેતા ગાંડા બાવળની ઝાડીઓનો તસ્વીર અહેવાલ મેળવવા ગયા હતા તો નમન પટેલે તેમને પણ મામલતદારની મંજૂરી લઇ આવો પછી જ જવા દઈશ તેવું કહી જાણે પોતે વડનગર નો નવાબ હોય તેવી શેખી મારી હતી. ?
એટલું જ નહીં એ બાદ શર્મિષ્ઠા તળાવ ઉપર આવતા અનેક પ્રવાસીઓ સાથે પણ તે ઘેર વર્તન કરતો હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે. એને લઈને લોકો ઇચ્છી રહ્યા છે કે આવા તુંડમિજાજી સુપરવાઇઝરને અહીંથી હાંકી કાઢી નમ્ર સ્વભાવના કર્મચારીને નિયુક્ત કરવા જોઈએ. તો શું જિલ્લા કલેકટર આ બાબતને ગંભીરતાથી લઇ પ્રવાસીઓ સાથે ગેરવર્તન કરતા આ કર્મચારીને ઘર ભેગો કરશે કે પછી…?!


