મહેસાણામાં નકલી સોનાનું વેચાણ કરતા શખ્સને SOG પોલીસે દબોચ્યો…

June 7, 2025

મહેસાણા : ઉત્તર ગુજરાતમાં લોકોને સસ્તું સોનું આપવાનું કહીને ડુપ્લીકેટ પધરાવી દેનાર મૂળ રાજસ્થાનના અને હાલ પાટણ રહેતા શખ્સને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડ્યો ઉલ્લેખનીય છે કે, પહેલાં થોડું સાચું સોનું બતાવીને માણસ લલચાય અને વધુ સોનું માગે ત્યારે ડુપ્લીકેટ સોનું પધરાવી દેતો.અસલી થોડું સોનું બતાવીને બાદમાં રૂપિયા લઇ લોકોને ડુપ્લીકેટ સોનું આપીને.

એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી પોલીસે મેવડ પાસેથી ઝડપ્યો

છેતરપિંડી કરનાર શખ્સ ઊંઝા હાઇવેથી મહેસાણા તરફ ડુપ્લીકેટ સોનું વેચાણ કરવા માટે આવી રહ્યો હોવાની મહેસાણા એસઓજીને બાતમી મળી જે આધારે પીઆઈ નરેન્દ્રસિંહ વાઘેલા અને તેમની ટીમે શહેરના રામોસણા પુલની નીચે વોચ ગોઠવી. ત્યારે બાઇક લઈને જઈ રહેલા લાલારામ દેવારામ બાવરી (રહે. રામસીન, ઝાલોર, રાજસ્થાન, હાલ રહે. રામનગર, પદ્મનાભ રોડ, પાટણ)ને.

A scam of selling fake number plates was caught from Mehsana | Sandesh

પકડી તેની પાસેથી સોના જેવી દેખાતી પિત્તળની ધાતુના મણકાની માળાઓનો ઝુમખો અને મોબાઈલ કબજે કર્યો હતો. પોલીસે બાઈક સહિત રૂ.69 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લાલારામની પૂછપરછ કરતાં થરાદમાં એક શખ્સને ઓરીજનલ સોનું સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી ડુપ્લીકેટ સોનાનો હાર આપી રૂ.3 લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0