ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામની પ્રાથમિક શાળા આગળથી SOGએ એક આરોપીને ઝડપી લીધો આ આરોપી છેલ્લા ચાર વર્ષથી લૂંટ, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટના બે ગુનામાં નાસતો ફરતો હતો SOGના PI ડી.સી.સાકરીયાએ જણાવ્યું કે, SOG સ્ટાફ ATS યાર્ડને લગતી કામગીરી અંતર્ગત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો.

આ દરમિયાન તેમને બાતમી મળી જે બાતમીના આધારે ખેડવા પ્રાથમિક શાળા આગળ રોડ પરથી આરોપી ઇશ્વરલાલ શ્રીપાલજી પરમારને ઝડપી લેવામાં આવ્યો. આરોપી રાજસ્થાનના ઉદેપુરના કોટડા તાલુકાના વાસેલા ગામનો રહેવાસી છે.
![]()
આરોપી ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટ અને લૂંટ તથા આર્મ્સ એક્ટના બે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)(J) મુજબ તેની અટક કરી છે. આગળની કાર્યવાહી માટે આરોપીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.


