મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનાઓની ધબધબાટી બોલાવનાર રીઢા શખ્સને એસઓજી કઠલાલથી ઢસડી લાવી 

July 7, 2023

Sohan Thakor -મહેસાણા તા. 07- મહેસાણા જિલ્લામાં અનેક ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો રીઢા ઘરફોડ શખ્સે મહેસાણા એસઓજીનો સ્ટાફ ઘરફોડીયાને છેક કઠલાલ ખાતેથી પકડી લાવી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

મહેસાણા તાલુકા તેમજ બાવલું પોલીસ સ્ટેશનની હદમાંથી ઘરફોડ ચોરીઓની ઘટનાને અંજામ આપી નાસતા ફરતો આરોપી શેખ રુહાન ઉર્ફ મોજ કંઠલાલ ખાતે અલગ અલગ ગેરેજોમાં વાહનોનું એસી રિપેરીગ કરવાનું કામ કરતો હતો. ત્યારે મહેસાણા પોલીસ આ આરોપીને પકડવા છેલ્લા બે વર્ષથી ફાંફા મારતી હતી. આ  દરમિયાન મહેસાણા જિલ્લા પોલીસવડા  અચલ ત્યાગીના માર્ગદર્શન  મુજબ એસઓજી અ.હે.કો નરેશ કુમાર,પો.કો અબ્દુલ ગફાર થતા પો.કો સંજય કુમાર ને ખાનગી રાહે આરોપી અંગે બાતમી મળી હતી કે,

આરોપી શેખ રુહાન ઉર્ફ મોજ કંઠલાલ સ્વામિનારાયણ ઓટો પાર્ટ્સ ની દુકાનમાં કામ કરે છે જે બાતમીના આધારે મહેસાણા એસઓજી  પીઆઇ એ.યુ.રોઝ, પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ ચેતનકુમાર, નરેશકુમાર, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ, અબ્દુલગફાર, ધરમસિંહ, રાજકુમાર, સંજયકુમાર સહિતનો સ્ટાફ કઠલાલ પહોંચી આરોપીને મહેસાણા દબોચી લાવવામાં સફળતાં મળી હતી. મહત્વનું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ આરોપી વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ,બાવલું પોલીસ,કડી અને નંદાસણ પોલીસમાં ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0