ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અમરપુરા ગામે એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે સાહીદ સબમર્શીબલ પંપ નામની દુકાનમાંથી દેશી હાથ બનાવટની બે બંદૂક, કારતૂસ અને હથિયાર બનાવવાની સામગ્રી સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી પાટણ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ વાગડોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન એ.હેડ.કોન્સ. પ્રવિણદાન લક્ષ્મણદાન અને અ.પો.કોન્સ. જગદીશકુમારને સંયુક્ત બાતમી મળી કે અમરપુરા ગામે એકતા ચોકડી પાસે આવેલી સાહીદ સબમર્શીબલ પંપ નામની દુકાનમાં સાહીદ અબ્બાસ દાઉવા ગેરકાયદેસર હથિયાર રાખે.

આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દુકાનમાં દરોડો પાડ્યો દરોડા દરમિયાન દુકાન માલિક સાહીદ અબ્બાસ અલીમદ દાઉવા મળી આવ્યો દુકાનની તપાસ કરતા લોખંડના ઘોડા નીચે સફેદ થેલીમાં છુપાવેલી 2,500 રૂપિયાની કિંમતની એક નાળ વાળી દેશી બંદૂક અને 10,000 રૂપિયાની કિંમતની બીજી દેશી બંદૂક મળી કુલ બે દેશી બંદૂકો મળી આવી આ ઉપરાંત 9 નંગ ખાલી કારતૂસ, 14 નંગ લોખંડના છરા તેમજ બંદૂક બનાવવા માટે વપરાતી લોખંડની પાઇપ,

લાકડાની ખોળ, સ્પ્રિંગ, ખીલા અને અન્ય સાધનો મળી કુલ 12,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસ પૂછપરછમાં આરોપી સાહીદ અબ્બાસે જણાવ્યું કે તે પોતે જ આ બંદૂકો પોતાની દુકાનમાં બનાવતો હતો અને બહારથી ફેંકી દીધેલા ખાલી કારતૂસ એકઠા કરતો આ મામલે વાગડોદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી.


