વિજયનગરના દંતોડ ગામમાં તસ્કરોએ ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા , બે મકાનમાં રૂ.3,31000ના સોના -ચાંદીના દાગીના ઉઠાવી ગયા

February 14, 2025
ગરવી તાકાત, વિજયનગર તા,13/2/2025
વિજયનગર તાલુકાના દંતોડ ગામમાં એક જ રાતમાં અલગ-અલગ જગ્યાએ ચાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી બે મકાનમાંથી 3,31000 લાખ ના સોના-ચાંદી ના દાગીનાની ચોરી કરી લીધી હતી જ્યારે બે મકાનોના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે ગામમાં સત્સંગ માંથી પરત ઘર જઈ રહેલા યુવકને તસ્કરો જોઈ જતા ચોરેલા દાગીના લઈને પલાયન થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ ચિઠોડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ ધરી છે
પ્રાપ્ત માહિતી મુજબ દંતોડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદ અને હિંમતનગર ખાતે રહેતા હોઈ ગામમાં ઘર બંધ હતા જે બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડ્યાહતા જેમાં
(1)સવિતાબેન બેન વાઘજીભાઈ પટેલના ઘરમાંથી સોનાની ચેઈન, ચાંદીના છડાના દાગીના  કુલ કિંમત 98,500 ચોરી કરી હતી જયારે (2) સાગરભાઈ રામજીભાઈ પટેલના ઘરમાં લોખંડની જાળીના દરવાજાનું તાળું તોડી ઘરના અંદર પ્રવેશી સોના અને ચાંદીના તેમજ રોકડ રકમ સહિત રૂ.2,32,500ની ચોરી કરી કર્યાં બાદ
ગામની અંદર દિલીપભાઈ બાબુભાઇ પટેલ અને પ્રભુભાઈ ભીખાભાઇ પટેલ જેઓ બહાર ગામ નોકરી કરતા હોઈ તેમના બંધ મકાનના તાળાં તોડી ચોરી કરવાનો પયત્ન કરી રહયા હતા તેવા સમયે ગામમાં  સત્સંગ હોઈ ઘર જઈ રહેલા સંબંધી જોઈ જતા મકાન માલિકને આ બાબતે ફોન દ્વારા પૂછ પરછ કરી રહયા હતા
જેનો તસ્કરોને ખ્યાલ આવી જતા લોકોમાં બુમાબુમ થાય તે પહેલા ચોરી કરેલા દાગીના લઈને પલાયન થઈ ગયા હતા આ બનાવ રાત્રીના સડા બારેક વાગ્યાના અરસામાં બન્યો હતો જે બનાવ અંગે ચિઠોડા પોલીસ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી પહોંચી તપાસ કરતા ઘર માં વેર વિખેર હતું અને બંને મકાનોની કુલ (3,31000) ત્રણ લાખ એકત્રીસ હજાર ની મત્તા ચોરી અંગે અજાણ્યા ચોરોની સામે ગૂનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0