ગરવી તાકાત મહેસાણા : કડીના લક્ષ્મીપુરા રોડ પર આવેલી મારુતિ નંદન સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું પરિવાર પૌત્રના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદ ગયો તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી રૂ. 50,000 રોકડાની ચોરી કરી ફરાર થઈ ગયા આ ઘટના અંગે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો મારુતિ નંદન સોસાયટીમાં રહેતા બળદેવભાઈ ચૌહાણ,

જેઓ ખાનગી નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે તેમના પૌત્ર માહિરનો 15 ડિસેમ્બરે જન્મદિવસ આ ઉજવણી માટે બળદેવભાઈ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા. 16 ડિસેમ્બરે તેમના મકાન સામે રહેતા મંજુલાબેને ફોન કરીને જાણ કરી કે તેમના મકાનનું તાળું તૂટેલું આ માહિતી મળતા જ બળદેવભાઈ ચૌહાણ પરિવાર સાથે તાત્કાલિક કડી પરત ફર્યા.
![]()
મકાનમાં તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો ઘરમાં રાખેલી લોખંડની તિજોરી પણ તૂટેલી જેમાંથી રૂ. 50,000 રોકડા ગાયબ હોવાનું માલુમ પડ્યું ચોરીની જાણ થતા જ બળદેવભાઈ ચૌહાણ કડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી પોલીસે તેમના નિવેદનના આધારે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


