ગરવી તાકાત મહેસાણા : સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 19 અને 20 નવેમ્બરના રોજ મહેસાણાના માલગોદામ રોડ રેલવે સ્ટેશન નજીક ડ્રગ્સ વિરુદ્ધ સફળ રેઇડ પાડવામાં આવી આ રેઇડમાં 108.660 ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું જેની બજાર કિંમત આશરે રૂપિયા 10,86,600 જેટલી થાય SMCએ NDPS એક્ટની કલમો 8(c), 22(c),

અને 29 હેઠળ ગુનો નોંધી, મુખ્યત્વે રાજસ્થાનના રહેવાસી એવા ત્રણ આરોપીની ધરપકડ કરી જેમાં અશોક ભાખરારામ બિશ્નોઈ (મુખ્ય આરોપી), જગદીશ હરીરામ બિશ્નોઈ (ભાગીદાર) અને સુરેશ વીરારામ બિશ્નોઈનો સમાવેશ થાય ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી રૂ 30,000ના 4 મોબાઈલ ફોન, 1,530 રોકડા અને એક ટ્રેન ટિકિટ પણ જપ્ત કરવામાં આવી.
![]()
જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ 11,18,130 આંકવામાં આવી આ ઓપરેશનમાં મેથામ્ફેટામાઇનનો મુખ્ય સપ્લાયર, સુરેશ મોહનલાલ બિશ્નોઈ (રહે. ગુંદાવ, સાંચોર, રાજસ્થાન), વોન્ટેડ જાહેર કરાયો પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી આ રેઇડ SMCના પી.આઈ. જી. આર. રબારી અને પી.એસ.આઈ. વી. કે. રાઠોડની ટીમે પાર પાડી.


