ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એ. કે. દેસાઈ ની ધાનેરા ખાતે બદલી થતાં વીદાય સમારંભ યોજાયો હતો જેમાં નવા પીએસઆઈ બી. એલ. રાયજાદા નો સત્કાર સમારંભ પ્રસંગે નવ નિયુક્ત સર્કલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગોહીલ સાહેબ નો પણ સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ચૌધરી ની દિયોદર ખાતે બદલી થતાં વીદાય સમારંભ પ્રસંગે મોટી સંખ્યામાં સામાજીક અને રાજકીય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા
અને કાંકરેજ મિડિયા મિત્રો પણ હાજરી આપી ને પોલીસની કામગીરી ને બિરદાવી ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાગ્યેજ જોવા મળે છે પોલીસ નો વિદાય સમારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હોય પરંતુ પબ્લિક અને રાજકીય આગેવાનો સાથે મિડિયા સાથે સતત સંપર્કમાં રહી ને કામગીરી કરવામાં આવે છે ત્યારે ચોક્ક્સ પણે પોલિસને સફળતા મળે છે અને તેને કારણે લોકો માં પોલીસ પ્રત્યે સબંધ બંધાય છે અને લોકો માં લાગણી સાથે ભાવભીની વિદાય લીધી હતી અને ફક્ત એક વર્ષના સમય દરમિયાન સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ