બે દિવસ અગાઉ એકટીવા પર જઇ રહેલી મહિલા બસ કંડકટર અકસ્માતનો ભોગ બની હતી
ફરી એક વાર વિસનગર રોડ પર સફેદ પટ્ટાના અભાવે બનાવેલા બમ્પનો શિકાર બન્યોં કિશોર
ગરવી તાકાત, મહેસાણા તા. 12 – મહેસાણાના વિસનગર લીંક રોડ પર બિલાડી બાગથી માનવ આશ્રમ સુધી વાહન ચાલકો ગતિ મર્યાદામાં વાહન હંકારે અને અકસ્માતની ઘટનાનું નિર્માણ ન થાય તે આશયથી પાંચ બમ્પ બનાવવામાં આવ્યાં છે. પરંતુ જવાબદાર તંત્રના અક્કલના ઓથમીર અધિકારી કે કર્મચારીએ અકસ્માતની ઘટનાઓ ટાળવાના આશયથી બમ્પ બનાવ્યાં છે ત્યારે વિસનગર લીંક રોડ પર તેના વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. 
બમ્પ બનાવ્યાં બાદ સફેટ પટ્ટા મારવામાં જવાબદાર તંત્રની બેદકારીથી બે દિવસ અગાઉ એક મહિલા કંડકટર અકસ્માતનો ભોગ બનતાં હોસ્પિટલ ભેગી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ બીજાે એક બનાવમાં અકસ્માતનો ભોગ કિશોર બન્યોં છે. આ અકસ્માતમાં કિશોરને ગંભીર ઇજાઓ પહોંચતાં કિશોર પણ હોસ્પિટલ ભેગ કરવામાં આવ્યોં હતો. ત્યારે જવાબદાર તંત્રની નિષ્કાળજી અને બેદરકારી દાખવતાં અનેક નિર્દોષ નાગરીકો અકસ્માતનો ભોગ બનતાં સ્થાનિક રહીશોમાં તંત્રની આ નિષ્કાળજી પ્રત્યે ભારોભાર આક્રોશ જાેવા મળી રહ્યો છે.
માનવઆશ્રમ સર્કલ નજીક તેજસ્વી રેસીડેન્સીમાં રહેતો અને ધોરણ ૧૦માં ભણતો યશ અશોકભાઇ વાઘેલા પોતાનું એક્ટીવા પર સાંજના સુમારે કપડા લઇને જઇ રહ્યો હતો આ દરમિયાન વિસનગર સર્કલ તરફ જઇ રહ્યો હતો આ દરમિયાન નવા બનાવેલા બમ્પમાં બમ્પને સૂચકતાં યોગ્ય નિશાન અને સફેદ પટ્ટાના અભાવે બમ્પ નજરે ન પડતાં અકેટીવા સાથે નીચે પટકાતાં હાથ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને પગલે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોં હતો. 
નોંધનીય છે કે, આર એન્ડ બી વિભાગ કે નગરપાલિકાની રાહબરી હેઠળ આ બમ્પ બનાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં બમ્પનું કોઇ લેવલ છે કે ન કોઇ બમ્પનું નિશાન કે ન સફેદ પટ્ટા મારવામાં આવ્યાં છે ત્યારે આગામી સમયમાં કોઇ નિર્દોષ નાગરીક જાનહાનિનો ભોગ બનશે તો તેના માટે જવાબદાર કોન હશે. જવાબદાર તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ બમ્પ બનાવ્યાં બે ચાર દિવસમાં બે નિર્દોષ નાગરીકો બન્યાં છે ત્યારે સરકારી ઓફિસમાં બેસી રાહતનો શ્વાસ લેતાં જવાબદાર સરકારી બાબુમાં શરમ હયા જાણે વેચી દીધી હોય તેમ શહેરના નાગરીકોની મુશ્કેલી તંત્રના અધિકારીઓના કાને પહોંચી નથી.


