શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહેલ ઇનોવા કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં કાળ સાત લોકોને ભરખી ગયો 

September 25, 2024

અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ૭ ના ઘટના સ્થળે મોત નીપજ્યા 

વહેલી સવારે ટ્રેલર અને ઇનોવા કાર વરચે ગમખ્વાર અકસ્માત સર્જાયો 

ગરવી તાકાત, સાબરકાંઠા તા. 25 – (ચિરાગ મેઘા) – અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ૭ ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જેમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ માં ખસેડાયો હતો વઘુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર વ્હેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઈનોવા કાર ટ્રેલર પાછળ ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે ૭ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હિંમતનગર સીવીલ હોસ્પિટલ બાદ વઘુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડાયો હતો.

શામળાજી થી અમદાવાદ તરફ જઈ રહેલ ઇનોવા કાર અકસ્માત નો ભોગ બની હતી. અકસ્માતના દ્ર્શ્યો એટલા ભયાનક હતા કારની અંદર ફસાયેલ મૃતદેહોને બહાર કાઢવા માટેફાયર વિભાગ દ્રારા ગાડી કાપવાની ફરજ પડી હતી. કારને મશીનો વડે કાપી ૭ જેટલા મુતદેહો દોઢ કલાક બાદ બહાર નિકાળવામાં આવ્યા હતા. અકસ્માત ને પગલે કાર નો કચ્ચરઘાણ નિકળી જતા કારને ગ્રેડર વડે કાપવામાં આવી હતી. આ અકસ્માત ના પગલે તાત્કાલિક ૧૦૮, ફાયર વિભાગ, હિંમતનગર એ ડિવિઝન, ટ્રાફિક પોલીસ, એસ.પી, ડી વાય એસ પી, સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ તમામ લોકો અમદાવાદ ના છે જે પૈકી એક ઘાયલ કે જે અમદાવાદ ના કુબેર નગરનો હોવાનુ સામે આવ્યુ છે. આમ તો અકસ્માતને પગલે હાઇવે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટ્રાફીકને પગલે પોલીસે ઘટના સ્થળે પહોચી હાઈવે ખુલ્લો કરાયો હતો. નોંધનીય છે કે આ નેશનલ હાઈવે ૪૮નુ છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી ફોરલેનમાંથી સિક્સ લેન માં રૂપાંતર થઈ રહ્યુ છે. આડેધડ ડાયવર્જન અને ખખડધજ હાઈવેને લઈ અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. તંત્રના પાપે આ અકસ્માત સર્જાયો હોય તેવુ સ્થાનિકો માની રહ્યા છે. તંત્રની બેદરકારી ચોક્કસ રીતે દેખાઈ રહી છે રીફલેક્ટર પણ લગાવેલ નથી. તો વાહનો પાછળ પણ રીફલેક્ટર ન હોવાથી રાત્રી દરમિયાન આ પ્રકારના અકસ્માત સર્જાતા હોય છે.
જોકે મળતી માહિતી મુજબ શામળાજી થી અમદાવાદ તરફ જઈ રહેલ ઇનોવા કારમાં સવાર 8 લોકો માંથી સાત લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજતાં પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. સાથોસાથ નેશનલ હાઇવેનાં મંથર ગતિએ ચાલતા કામને લઇ અવાર નવાર વિરોધ સાથે રજૂઆતો પણ કરવામાં આવી છે જૉકે તંત્ર તેમજ ખાનગી કોન્ટેક્ટરો દ્રારા નેશનલ હાઇવે રોડ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઇ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.
જોકે બુધવારની વ્હેલી સવારે ટ્રેલર અને ઇનોવા કાર વરચે થયેલા ગોઝારા અકસ્માતમાં અમદાવાદનાં સાત ઇસમોના ધટના સ્થળે મોત થતાં જિલ્લા પોલીસ તંત્ર ધટના સ્થળે પહોંચી અક્સ્માતને લઇ વઘુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલના સમયે જીલ્લામાં ગોઝારા અકસ્માતને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ પર સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ કામગીરી કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે…
સાત મૃતકો…
1) ધનવાની ચિરાગ રવિભાઈ
2) રોહિત 
3) સાગર ઉદાની
4) ગોવિંદ
5) રાહુલ
6) રોહિત
7) બર્થ
ઇજાગ્રસ્ત
1) હનીભાઈ શંકરલાલ તોતવાની 22
કુબેરનગર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0