5 રાજ્યોની ચૂંટણીમાં ગુજરાતના 35 અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે પસંદગી

January 18, 2022

ભારતનાં ચૂંટણી આયોગ એ પાંચ ચૂંટણીવાળાં રાજ્યોનાં ચૂંટણી નિરીક્ષકની ફરજો માટે ગુજરાત કેડરનાં 35  IAS અને IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. હવે ગુજરાતના 35 અધિકારીઓ ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. તમામ  IAS અને IPS અધિકારીઓને સોંપાયેલ વિધાનસભા મતવિસ્તારની યાદી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, જેની માટે તેઓ નિરીક્ષક હશે.

જે IAS અધિકારીઓનાં નામ ચૂંટણી નિરીક્ષકનાં પદ પર છે તેમાં રાજેશ મંજુ,એસ કે મોદી, પી સ્વરૂપ, કે.એન.શાહ, ડી ડી જાડેજા, દિલીપ રાણા, રતન કવર ગઢવીચારણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસૈન, ધનંજય દ્વિવેદી, એમ થેંનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે રાજેશ, પ્રવીણ ચૌધરી, ડી એન મોદી, ડી એચ શાહ, આશિષકુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ મુરલી ક્રિષ્ના, કિરણ ઝવેરી, આર કે મહેતાનો સમાવેશ થાય છે. આ IAS અધિકારીઓને હવે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપાશે.

જ્યારે IPS અધિકારીઓની વાત કરીએ તો ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્વકર્મા, અજય ચૌધરી, વી ઝમીર, અર્ચના શિવહરે, ટી એસ બીષ્ટ, આર બી બ્રહ્મભટ્ટ, રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે, દરેક ચૂંટણી વખતે આ પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે છે. હવેથી 1 મહિના કરતા વધુ સમય ગુજરાતના 35 અધિકારીઓ ચૂંટણી વાળા રાજ્યોમાં જવાબદારી નિભાવશે.

જો કે, ગુજરાતના 35 અધિકારીઓની લગભગ એક મહિનાની ચૂંટણી ડ્યુટી તે પાંચ રાજ્યોમાંથી કોઈ પણ એકમાં હશે કે જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0